Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodકાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'કોમોલિકા' છવાઈ ગઈ, સિલ્વર મેટેલિક ગાઉનમાં ઉડાવ્યાં હોશ

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કોમોલિકા’ છવાઈ ગઈ, સિલ્વર મેટેલિક ગાઉનમાં ઉડાવ્યાં હોશ

કાનઃ ટીવી એક્ટ્રેસ હિના ખાને કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યાં બાદ તે બીજીવાર રેડ કાર્પેટ પર જોવા મળી હતી. હિના ખાને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘લાઈન્સ’નો ફર્સ્ટ લુક લોન્ચ કર્યો હતો. હિના ખાને કાનના પાંચ દિવસે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.

સિલ્વર મેટાલિક ગાઉનમાં
હિના ખાને ડિઝાઈનર Alin Le’ Kalનું ડાર્ક સિલ્વર મેટાલિક ગાઉન પહેર્યું હતું. સાથે જ હિના ખાને ડાયમંડ ઈયરરિંગ્સ કૅરી કરી હતી. રેડ કાર્પેટ પર હિના ખાને ઘણી જ કોન્ફિડન્સથી વોક કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં હિના ખાને ડીપ નેક હેવી એમ્બેલિશ્ડ ગ્રે ગાઉન કૅરી કરીને રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું. આ ગાઉન ઈન્ટરનેશનલ ડિઝાઈનર Ziad Nakadએ ડિઝાઈન કર્યું હતું.

છેલ્લે ‘કસૌટી જિંદગી કી 2’માં જોવા મળી હતી
હિના ખાન છેલ્લે ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાના રોલમાં જોવા મળી હતી. હાલમાં હિના ખાને આ ટીવી શોમાંથી બ્રેક લીધો હતો. આ બ્રેકમાં તે પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘લાઈન્સ’માં કામ કરશે અને શૂટિંગ પૂરું થતાં જ ફરી શોમાં પરત ફરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page