સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ આ જાણીતી એક્ટ્રેસ હોસ્પિટલમાં, 104 ડિગ્રી તાવમાં તડપતી હતી

Bollywood Feature Right

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 ડિસેમ્બરે અચાનક થયેલ નિધનથી ઘણાં લોકોને આઘાત લાગ્યો છે. પરિવાર અને મિત્ર શહેનાઝ ગિલ પર દુખોનો પહાડ તુટી પડ્યો છે. સિદ્ધાર્થના નિધન બાદ તેની માતા અને શહનાઝની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. અભિનેતાના નિધન બાદ જસલીન મથારૂ સિદ્ધાર્થની માતા રીટા શુક્લા અને શહનાઝને મળી હતી. બન્નેનું દુખ જોઈને જસલીનને બહુ જ મોટો ઝટકો લાગ્યો હતો જેને લઈને જસલીનને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હાલમાં જ સિંગરે હોસ્પિટલમાથી એક વીડિયો શેર કર્યો હતો.

વીડિયોમાં જસલીન હોસ્પિટલના બેડ પર જોવા મળી રહે છે. વીડિયોમાં જસલીન કહી રહી છે, જે દિવસે સિદ્ધાર્થનું નિધન થયું તે જ દિવસે હું તેના ઘરે ગઈ હતી. સિદ્ધાર્થના નિધનના સમાચાર સાંભળ્યાં બાદ તેની માતા અને શહનાઝને મળીને હું આઘાતમાં સરી પડી હતી.

આ બધું જોઈને મને ખબર જ ના પડી કે શું થઈ ગયું ત્યાર બાદ મને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. મને રાતે બહુ જ તાવ આવી ગયો હતો. હવે સારું મહેસુસ અનુભવી રહી છું. પોતાનું ધ્યાન રાખો અને પ્રાર્થના કરો કે હું સારી થઈ જાઉં. જસલીનનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થની માતા અને શહનાઝને મળ્યા બાદ જસલીને ઈન્ટરવ્યૂ પણ આપ્યું હતું. જેમાં જસલીને કહ્યું હતું કે, અભિનેતાની માતા અને શહનાઝની હાલત સારી નહોતી. ભાઈના નિધનથી બન્ને બહેનો પણ ટુટી ગઈ હતી.

અભિનેતાનો પરિવાર બોલવાની હાલતમાં નથી. સિદ્ધાર્થની માતા પોતાને સંભાળવાની કોશિશ કરી રહી છે. મેં શહનાઝ સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તેણે મારી સાથે વાત કરી નહોતી. કોઈને કંઈ યાદ જ ના હોય એવી રીતે બધાં લોકો ચુપચાપ બેઠા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *