ટીવી એક્ટ્રેસે કહ્યું, પ્લાન કર્યા વગર જ થઈ ગઈ પ્રેગ્નન્ટ, બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો

Bollywood Feature Right

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ હાલ પ્રેગ્નેન્ટ છે અને ઓગસ્ટમાં પોતાના બાળકને જન્મ આપશે. કિશ્વર ઘણીવાર બેબી બમ્પ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કિશ્વરે બેબી બમ્પ દેખાડતી એક તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું હતું કે,‘જ્યારે હું પ્રેગ્નેન્ટ થઈ ત્યારે વિચારતી હતી કે ભગવાન મારું વજન કેટલું વધી ગયું છે..હવે હું શું કરીશ…શું મારું વજન ઘટશે….શું હું પોતાનું વજન ઘટાડી શકીશ…’ કિશ્વર 40 વર્ષની વયે માતા બનવા જઈ રહી છે.

કિશ્વર મર્ચન્ટે આગળ કહ્યું કે,‘મને લાગે છે દરેક મહિલા સાથે આમ થાય છે, જે માતા બનવાની હોય છે. જેથી મે વજન અંગે વિચારવાનું જ બંદ કરી દીધું અને હું આવી જ છું તેનો સ્વીકાર કરી લીધો. હું પોતાને પ્રેમ કરું છું કારણ કે મારી અંદર તું(બાળક) છે. અન હા હું પોતાને જાણું છું.

હું આકરી મહેનતથી પછી વજન ઘટાડવા સક્ષમ છું, હું આમ કરી દેખાડીશ ત્યારે તમને પોતાની માતા પર ગર્વ થશે.’ કિશ્વરની પોસ્ટ પર એક્ટ્રેસ ચિત્રાશી રાવતે લખ્યું-‘ઘણું જ સુંદર’, જ્યારે કાશ્મીરા શાહે લખ્યું કે,‘તુ કેટલી સુંદર દેખાય છે.’ નીતિ ટેલરે લખ્યું-‘લવ ઈટ’.

પ્રેગ્નેન્સી દરમિયાન કિશ્વર પોતાનો સંપૂર્ણ સમય ઘરે જ પસાર કરી રહી છે. કિશ્વર અને સુયશ રાયે માર્ચ 2021માં ફેન્સને આ માહિતી સોશિયલ મીડિયા થકી આપી હતી કે- તેઓ ઓગસ્ટમાં માતા-પિતા બનશે. કિશ્વરે જણાવ્યું કે, જ્યારે તેને પોતાની પ્રેગ્નેન્સી અંગે જાણ થઈ તો તે અને સુયશ બંને ચોંક્યા હતા.

કિશ્વરે જણાવ્યું કે-‘અમને 17 જાન્યુઆરીએ મારી પ્રેગ્નેન્સી અંગે જાણ થઈ હતી અને તે સમયે મને 2 માસનો ગર્ભ હતો. પરંતુ મને આ અંગે જાણ નહોતી. જ્યારે થાકનો અનુભવ થતો તો લાગતું કે તેની પાછળ પ્રેગ્નેન્સી પણ એક કારણ હોઈ શકે છે.’

સુયશે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કિશ્વર સાથેની તસવીર શેર કરતા ફેન્સને માહિતી આપી હતી. સુયશે લખ્યું કે,‘હું તારા બાળકનો બાપ બનવાનો છું, અમે ઓગસ્ટની રાહ જોઈ રહ્યાં છીએ.’ સુયશે શેર કરેલી તસવીરમાં તે કિશ્વર સાથે બિચ પર હતો. કિશ્વરે ઈન્ટરવ્યૂમાં લખ્યું કે,‘મે સુયશને પ્રેગ્નેન્સી ટેસ્ટિંગ કિટ લાવવા કહ્યું અને અમને જાણ થઈ કે હું પ્રેગ્નેન્ટ છું. આ ચોંકાવનાર હતું કારણ કે અમને તેની આશા નહોતી. અમે આ પ્લાન નહોતું કર્યું. પ્રારંભમાં આ એક ઝાટકા સમાન હતું પરંતુ પછી તે એક સરપ્રાઈઝ બની ગયું.’

40 વર્ષની વયે પ્રેગ્નેન્ટ થવા પર કિશ્વરે કહ્યું કે,‘પોતાની રીતે ફેમિલી પ્લાનિંગ કરવું યોગ્ય છે. મે 40 વર્ષની વયે પણ નેચરલી જ કન્સીવ કર્યું છે. હું મહિલાઓને કહીશ કે ચિંતા કરવાની જરૂર નથી. મારી જેમ તમે પણ 35, 36 કે તે પછી માતા બની શકો છો.’ કિશ્વર અને સુયશે લાંબા સમયના ડેટિંગ બાદ 16 ડિસેમ્બર 2016ના લગ્ન કર્યા હતા.

કિશ્વર ઉંમરમાં સુયશ કરતા 8 વર્ષ મોટી છે. કિશ્વરનો જન્મ ફેબ્રુઆરી 1981માં થયો હતો, જ્યારે સુયશનો જન્મ 1989માં થયો હતો. સુયશ અને કિશ્વર મર્ચન્ટ 2015માં વિવાદાસ્પદ રિયાલિટી શૉ ‘બિગ બોસ’માં જોવા મળ્યા હતા. ત્યાં જ તેમના અફેરની શરૂઆત થઈ હતી. આ સિઝનમાં પ્રિન્સ નરુલા વિનર રહ્યો હતો.

કિશ્વર મર્ચન્ટે ‘શક્તિમાન’, ‘બાબુલ કી દુઆએ લેતી જા’, ‘દેશ મે નીકલા હોગા ચાંદ’, ‘કુટુમ્બ’, ‘કસૌટી જિંદગી કી’, ‘ધડકન’, ‘પિયા કા ઘર’, ‘ખિચડી’, ‘કસમ સે’, ‘કાજલ’, ‘કાવ્યાંજલિ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *