Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodએક વખત આ ટીવી કલાકારોનો વાગતો હતો ડંકો, હવે જીવે છે ગુમનામ...

એક વખત આ ટીવી કલાકારોનો વાગતો હતો ડંકો, હવે જીવે છે ગુમનામ જિંદગી

મુંબઈ: ઘણી ટીવી સીરિયલ્સ એવી છે, જેમણે નાના પડદાની દુનિયામાં ઘણા વર્ષો સુધી રાજ કર્યું હતું. ખાલી ટીવી સીરિયલ્સ જ નહીં તેના કલાકારો પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. આવા ફેમસ કલાકોરમાંથી અમુક એવા કલાકારો છે, જે હવે ક્યાંય જોવા મળતા નથી. જોકે અમુક કલાકારો એવા પણ છે જેમણે એક વખત ટીવી છોડી દીધા બાદ ફરી એન્ટ્રી કરી હોય અથવા વેબ સિરીઝમાં દેખાયા હોય. આજે આપણે એવા કલાકારોની વાત કરીશું જેમનો એક સમયે ટીવીમાં ડંકો વાગતો હતો, પણ આજે એકદમ ગુમનામ જિંદગી જીવે છે.

સીઝેન ખાન: સીઝેન ખાન ‘કસોટી જિંદગી કી’માં અનુરાગનું પાત્ર ભજવીને ફેમસ થયો હતો. આ સીરિયલમાં અનુરાગ અને પ્રેરણાની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. ત્યાર બાદ ‘ક્યા હાદસા ક્યા હકીકત’, ‘પિયા કે ઘર જાના હૈ’, ‘એક લડકી અંજાની સી’ અને ‘સિતા ઔર ગીતા’ સીરિયલમાં તે જોવા મળ્યો હતો. ‘સીતા ઔર ગીતા’ સીરિયલ 2009માં આવી હતી. ત્યાર બાદથી સીઝેન લાઈમલાઈટથી દૂર છે.

પૂનમ નરૂલા: ‘ઈતિહાસ’ સીરિયલથી પૂનમ નરુલા ઘર-ઘરમાં ફેમસ થઈ હતી. ત્યાર બાદ ‘કસોટી જિંદગી કી’, ‘કુટુંબ’, ‘કુસુમ’, ‘કહી કીસી રોજ’ અને ‘શરારત’માં તે નજર આવી હતી. પૂનમ છેલ્લી વખત રિયલિટી શો ‘નચ બિલયે’ની પહેલી સિઝનમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી. ‘નચ બલિયે’ની પહેલી સિઝન 2005માં આવી હતી, ત્યાર બાદથી પૂનમ ટીવીમાં દેખાઈ નથી.

કિરણ કરમરકર: ‘કહાની ઘર ઘર કી’ સીરિયલમાં ઓમનું પાત્ર ભજવનાર કિરણ કરમકરે પણ ટીવીનો ચર્ચિત ચહેરો છે. આ સીરિયલમાં કિરણે પાર્વતી એટલે કે સાક્ષી તંવરના પતિનો રોલ કર્યો હતો. ત્યાર બાદ કિરણે ઘણી સીરિયલ કરી હતી. છેલ્લે કિરણ વર્ષ 2017માં રુદ્રમ સીરિયલમાં નજર આવ્યો હતો, ત્યાર પછીથી તે ઇન્ડસ્ટ્રીઝથી દૂર છે.

રીવા બબ્બર: ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલમાં કામિની ખન્નાનું પાત્ર ભજવનાર રીવા બબ્બર હવે લાઈમલાઈટથી દૂર એક ગુમનામી જિંદગી જીવી રહી છે. રીવા છેલ્લી વખત સીરિયલ ‘સૂર્યપુત્ર કર્ણ’માં જોવા મળી હતી, જે વર્ષ 2015માં આવી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this gambling website and managed a considerable amount, but after some time, my mom fell sick, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I plead for your support in bringing attention to this site. Please help me to obtain justice, so that others do not undergo the pain I am going through today, and avert them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page