અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસએ સર્જેલા અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યાં હતા. મોટો ભાઈ નયન રામ અને નાનો ભાઈ જયેશ રામ બંને વહેલી સવારે પાંજરાપોળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે BRTS બસના ડ્રાયવરે તેમનો જીવ લીધો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની પાસેના છાત્રોળા ગામના વતની જયેશ અને નયને સારી રીતે જિંદગી જીવવાની શરૂઆત કરી હતી અને નાની ઉમંરે જ બંનનો જીવન દીપ બુઝાઈ જતાં રામ પરિવાર પર આભ ફાટ્યું હતું.
જયેશ અને નયનના પિતા હિરાભાઈ રામ વેરાવળ પાસેના છાત્રોળા ગામના વતનીના છે. પિતા હિરાભાઈ વેરાવળ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે. માતા લાખી બેન તો પોતાના સંતાનોના રામ રમેલા જોઈને હોશ ઉડી ગયા હતાં અને રસ્તા પર જ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા હતા.
મૃતકોમાંથી મોટો ભાઈ નયન રામ તાલાલામાં ICICI બેંકમાં સીનિયર ક્લાર્ક હતો અને તેને સંતાનમાં એક પત્ર પણ છે. નયન અમદાવાદ ICICI બેંકની ટ્રેનિગ માટે આવ્યો હતો. જયેશ નયનને ટ્રેનિંગ માટે મૂકવા જતો હતો તે દરમિયાન બંને ભાઈ કાળનો કોળિયો બની ગયા હતા.
જયેશની પત્ની દક્ષા લખોતરા દાણીલીમડામાં PSI તરીકે ફરજ બજાવે છે. જ્યારે જયેશ સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં કમિશનરનો PA તરીકે ફરજ બજાવતો હતો. જયેશ અને દક્ષા દાણીલીમડાના સરકારી ક્વાટર્રમાં રહેતા હતા. બંનેના લગ્નને હજુ બે વર્ષ પણ પૂરા નહોતા થયા અને જયેશના મોતને કારણે પત્ની દક્ષા પર આભ તુટી પડ્યું છે.
shanti shanti shanti