Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratસુરત આગકાંડ: ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડરોની ધરપકડ કરી

સુરત આગકાંડ: ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડરોની ધરપકડ કરી

સુરત: સુરતના તક્ષશિલા આર્કેડમાં ટ્યૂશન ક્લાસીસમાં બનેલી આગની દુર્ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને આ ઘટનામાં જવાબદાર લોકો પ્રત્યે સખત પગલાં લેવાની માંગ કરે છે.

આ ઘટનામાં ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે હવે આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જિગ્નેશ પાધડાળની ધરપકડ કરી છે. હરસુલ વેકરિયા બિલ્ડીંગમાં પાર્ટનર છે જ્યારે જિગ્નેશ પાધડાળ આ બિલ્ડિંગનું કામકાજ સંભાળતો હતો.

હવે આ બન્ને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બિલ્ડીંગના ટેક્નીક્લ સ્ટાફના ડેપ્યુટી એન્જિનિયર વિનુ પરમારને પણ કોર્પોરેશન દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વિનુ પરમાર ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતાં હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of discovery and let your imagination soar! ✨ Don’t just read, savor the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page