અમદાવાદ: કાંકરિયામાં ડિસ્કવરી રાઈડ તૂટતાં 2નાં ઘટના સ્થળે મોત, ઘટનાનો Live Video

Featured Gujarat

અમદાવાદઃ રવિવારે કાંકરિયામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ અચાનક તૂટતાં બે વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં જ્યારે 29ને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ડિસ્કવરી રાઈડનું 6 દિવસ પહેલાં જ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. રાઈડના નટ બોલ્ટ બદલવાનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો છતાં પણ બેદરકારી રાખવામાં આવતા રાઈડ તૂટી પડી હતી.

30 ફૂટ ઊંચેથી રાઈડ નીચે પટકાઈ હતી. રવિવારે ગૌરી વ્રતનો પહેલો દિવસ અને ગોરોનો ત્રીજો દિવસ હોવાથી કાંકરિયામાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ સહિત લોકો પરિવાર સાથે ફરવા આવ્યા હતા. સાંજે 5.30 વાગ્યે એડવેન્ચર એમ્યુઝમેન્ટ પાર્કની ડિસ્કવરી રાઈડ એકાએક 30 ફૂટની ઊંચાઈએથી તૂટીને ધડાકા સાથે નીચે પટકાઈ હતી.

જેમાં રાઈડમાં બેઠેલી 31 વ્યક્તિ પૈકી મનાલી રાજવાડી અને મોહંમદ જાવેદ મોમીનના સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય 29 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ક્ષણભર પહેલાં જ રાઇડમાં બેસીને ખુશી આનંદની ચિચિયારીઓ પાડી રહેલા લોકોની ચિચિયારીઓ એકાએક હૃદયદ્રાવક રૂદનમાં ફેરવાઈ જતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *