Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપતિ સોમથી બુધ એક પત્ની સાથે, ગુરૂથી શનિ બીજી પત્ની સાથે રહેશે

પતિ સોમથી બુધ એક પત્ની સાથે, ગુરૂથી શનિ બીજી પત્ની સાથે રહેશે

એક કિસ્સો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. સોફ્ટવેર એન્જિનિયર પતિ સાથે તેની બબ્બે પત્નીઓએ અનોખી સમજૂતી કરી છે. કોર્ટ બહાર થયેલી આ સમજૂતી પ્રમાણે પતિ ત્રણ દિવસ પહેલી પત્ની સાથે, ત્રણ દિવસ બીજી પત્ની સાથે રહેશે. રવિવારે તેને જ્યાં ઈચ્છા હશે ત્યાં રહી શકશે! પતિએ એની બંને પત્નીઓને એક-એક ફ્લેટ પણ અપાવ્યો.

મધ્યપ્રદેશનો આ આખો કિસ્સો કંઈક આવો છે: ગ્વાલિયરમાં રહેતા ૨૮ વર્ષના સોફ્ટવેર એન્જિનિયરે ૨૦૧૮માં ૨૬ વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા. એ એન્જિનિયર ગુરુગ્રામની કંપનીમાં કામ કરતો હતો. કપલ ગુરુગ્રામમાં રહેતું હતું અને એ લગ્નથી એને એક દીકરો પણ છે. કોરોનાકાળ આવ્યો એટલે સોફ્ટવેર એન્જિનિયરને વર્ક ફ્રોમ હોમની સુવિધા મળી. બંને પોતાના હોમટાઉન ગ્વાલિયરમાં પાછા ફર્યા. થોડો વખત પતિએ ઘરેથી કામ કર્યું પછી બધું નોર્મલ થવા લાગ્યું તો એ ગુરુગ્રામ આવીને રહેવા લાગ્યો. ફરીથી કંપનીમાં જવા લાગ્યો, પણ પત્ની અને દીકરાને ગ્વાલિયરથી પાછો ગુરૂગ્રામ ન લાવ્યો.

દરમિયાન ૨૦૨૧માં પતિને ગુરૂગ્રામમાં પોતાની કંપનીમાં કામ કરતી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો. પતિ એ યુવતી સાથે રહેવા લાગ્યો. તેણે એ યુવતીને પોતાના લગ્ન થઈ ગયા છે એ જણાવ્યું નહીં. બંનેએ લગ્ન સુદ્ધાં કરી લીધાં અને એ લગ્નના કારણે એક દીકરીનો જન્મ થયો. પહેલી પત્નીને શંકા થવા લાગી. વારંવાર કહેવા છતાં પતિ એને ગુરૂગ્રામ લઈ આવવાનું ટાળતો હતો. આખરે એક દિવસ એ એના દીકરા સાથે ગુરૂગ્રામમાં આવી ગઈ તો પતિને બીજી યુવતી સાથે સંબંધ છે એ વાતનો ભાંડો ફૂટયો.

સોફ્ટવેર એન્જિનિયર પતિની પ્રથમ પત્નીએ ગ્વાલિયરની ફેમિલી કોર્ટમાં અરજી કરી અને ડિવોર્સ ન લેવા મક્કતા બતાવી. બીજી પત્ની પણ એના પતિને છોડવા તૈયાર ન હતી. મામલો પેચીદો બન્યો. ન્યાયધીશે કોર્ટ બહાર એક વખત મામલો ઉકેલવાની ભલામણ કરી.

આખરે કોર્ટ બહાર ત્રણેય વચ્ચે અનોખી સમજૂતી થઈ. કરાર પ્રમાણે ૨૮ વર્ષનો આ પતિ સોમવારથી બુધવાર સુધી એક પત્ની સાથે રહેશે. ગુરૂવારથી શનિવાર સુધી બીજી પત્ની સાથે રહેશે. રવિવારે એને બંનેમાંથી કોઈ પાસે રહેવાની મોકળાશ રહેશે. અથવા તો એ પોતાની રીતે રહી શકશે, એ દિવસે તેને કોઈ બંધન નહીં રહે. સમજૂતી પ્રમાણે આ યુવકે બંને પત્નીઓને એક-એક ફ્લેટ અપાવ્યો છે. રોમ-કોમ ફિલ્મના પ્લોટ જેવો આ કિસ્સો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page