Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalમહારાષ્ટ્ર: ગઠબંધનના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરે ચૂંટાયા, CM પદના લેશે શપથ

મહારાષ્ટ્ર: ગઠબંધનના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરે ચૂંટાયા, CM પદના લેશે શપથ

મુંબઈઃ મહારાષ્ટ્ર અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો જેને લઈને મહારાષ્ટ્રનું રાજકિય ગણિત બદલાઈ ગયું હતું. સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ મંગળવારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

રાજ્યપાલે આજે સવારે 8 કલાકે વિધાનસભા સત્ર બોલાવ્યું છે. જ્યાં પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકર ધારાસભ્યોને શપથ લેવડાવશે. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ગઠબંધનના નેતાઓએ મીડિયાને જણાવ્યું હતું કે, 28 નેમ્બરે સાંજે 5.30 કલાકે ઉદ્ધવ શપથ લેશે. મુંબઈના શિવાજી પાર્કમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક માટે ત્રણેય પાર્ટીઓના નેતા અને ધારાસભ્યો મુંબઈની હોટલ ટ્રાઈડેંટમાં પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પત્ની અને પુત્રો સાથે આવ્યા હતા. શિવસેના નેતા એકનાથ શિંદેએ, એનસીપી નેતા નવાબ મલિકે, કોંદ્રેસ નેતા નિતિનરાવ રાઉતે સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેની પસંદગી કરવામાં આવી હતી.

શરદ પવારે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીના નેતા પસંદ કરવામાં આવ્યા છે. ત્રણેય પક્ષોએ ભેગા થઈને ગઠબંધનના નેતા પસંદ કર્યાં છે. જનતાએ જે જવાબદારી આપી છે તેને અમે નિભાવીશું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે, હું રાજ્યને નેતૃત્વ આપીશ. તેના માટે સોનિયા ગાંધી સહિત અન્ય નેતાઓનો આભારી છું. હું દેવેન્દ્ર ફડણવીસના દરેક સવાલોનો જવાબ આપવા તૈયાર છું. હું કોઈનાથી ડરતો નથી. જૂઠ એ હિન્દુત્વનો ભાગ નથી જ્યારે તેમને જોઇતું હતું તો અમને ગળે લગાવ્યા હતાં અને હવે જ્યારે જરૂર નથી તો છોડી દીધા. તમે અમને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વાળી નવી સરકારમાં સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે આ સરકારમાં બે ડેપ્યુટી સીએમ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. આ બે નામમાં એક કોંગ્રેસના સીનિયર નેતા બાલાસાહેબ થોરાટ અને એનસીપીના સીનિયર નેતા જયંત પાટીલનું નામ ચર્ચામાં છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page