Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalઆ મહિલાને કારણે રશિયા ડરતું હતું, આજે બેખૌફ બનીને યુક્રેન પર કર્યો...

આ મહિલાને કારણે રશિયા ડરતું હતું, આજે બેખૌફ બનીને યુક્રેન પર કર્યો હુમલો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એલાન બાદ રશિયા અને યૂક્રેનની વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ વધી રહ્યું છે. આ બધાની વચ્ચે રશિયાને પોતાની પહેલી પ્રધાનમંત્રીની ખોટ પડી રહી છે જેમણે રશિયાને 1 ઈંચ જમીન આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો અને રશિયા પણ તેના નામથી થરથર ધ્રૂજતું હતું. આવો આજે અમે તમને વિગતવાર વાત કરીએ જેઓ યૂક્રેનના પહેલા મહિલા પ્રધાનમંત્રી યૂલિયા તેમોસેંકોવા વિશે.

2 વાર યૂક્રેનના પ્રધાનમંત્રી રહેલા ચૂકેલ યૂલિયા તેમોસેંકોવો દેશના પહેલા મહિલા પ્રધાનમંત્રી હતાં. તેઓ થોડા મહિનાઓ માટે 2005માં અને પછી 2007થી 2010 સુધી યૂક્રેનના પ્રધાનમંત્રી રહ્યા હતાં. તે સમયે રશિયા ક્યારેય પણ ડર પેદા કરી શક્યું નહોતું જે આજે કરવાની કોશીશ કરી રહ્યું છે.

યૂલિયા તેમોસેંકોવાને યૂક્રેનની ગેસ ક્વીન કહેવામાં આવે છે, કારણ કે ત્યાં ગેસનો મોટો વેપાર હતો. નિડર અને સાહસિક યૂલિાએ ઘણીવાર રશિયાને ખુલ્લી ચેતવણી આપી હતી. એટલું જ નહીં તેઓ લડ્યા વગર એક ઈંચ જમીન રશિયાને આપવા માટે તૈયાર નહોતા. તેઓ કહેતા હતા કે, એક ઈંચ જમીન પણ રશિયાને લેવા નહીં દઉં.

યૂલિયા Batkivshchyna રાજકીય પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ યુરોપિય સંઘમાં યૂક્રેનના એકીકરણનું સમર્થન કરે છે અને રશિયાના નેતૃત્વવાળા યુરેશિયન સીમા શુલ્ક સંઘમાં યૂક્રેનની સદસ્યતાનો કડક વિરોધ કરે છે. તેઓ યૂક્રેન માટે નાટો સદસ્યતાનું સમર્થન કરે છે.

2001માં યૂક્રેનમાં ‘ઓરેન્જ રિવોલ્યૂશન’ની શરૂઆત થઈ હતી. તે સમયે યૂલિયાએ રશિયા સમર્થક રાષ્ટ્રપતિ વિક્ટર યૂશ્રકોવ પર ચૂંટણી પરિણામોમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને તેને કબૂલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ વિક્ટરને પોતાનું પદ છોડવું પડ્યું હતું.

2005માં યૂલિયાને ફોર્બ્સ મેગેજીને દુનિયાની સૌથી તાકતવાર મહિલાઓના લિસ્ટમાં ત્રીજા નંબર પર રાખી હતી. ત્યાર બાદ તેઓ 2010માં યૂક્રેનની પહેલી મહિલા પ્રધાનમંત્રી બન્યા હતાં.

2010માં યૂલિયાએ રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા અને તેઓ વિક્ટર યૂશ્રકોવ સામે ફક્ત 3.3% વોટથી પછડાઈ હતી. ત્યાર બાદ ગેસની ડીલમાં ભષ્ટ્રાચારનો આરોપ લગાવીને તાત્કાલિક રાષ્ટ્રપતિ વિક્ટર યૂશ્રકોવે તેમને જેલમાં ધકેલી મુકી હતી.

યૂલિયા 2011થી 2014 સુધી જેલમાં રહી હતી. જેલમાં રહેતા યૂલિયાને બહુ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમના સમર્થનમાં દુનિયાના ઘણાં દેશોએ અવાજ ઉઠાવ્યો હતો.

31 માર્ચ 2019ના રોજ યૂક્રેનમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે 13.40% વોટ મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. 2019માં તેઓની સંસદ તરીકે પસંદગી થઈ અને તેમણે વિપક્ષમાં પોતાની પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું હતું.

યૂલિયા તેમોસેંકોવાની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો, તેમને જન્મ 27 નવેમ્બર 1960ના નિપ્રોપેટ્રોસ, યૂક્રેની એસએસઆર, સોવિયત સંઘમાં થયો હતો. જ્યારે યૂલિયા 3 વર્ષની હતી ત્યારે તેમના પિતા તેમની માતાને છોડી દીધી હતી. ત્યાર બાદ યૂલિયાએ પોતાન માતાના પેટા નામનો ઉપયોગ કર્યો. તેમના લગ્ન 1979માં ઓલેકજેંટર તેમોસેંકોવા સાથે થયા અને તેમને એક બાળક યુજેનિયા પણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page