Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalભારતના યુવકે યુક્રેનની સ્વરૂપવાન યુવતી સાથે લગ્ન કર્યા, યુદ્ધ વચ્ચે સુંદર કિસ્સો

ભારતના યુવકે યુક્રેનની સ્વરૂપવાન યુવતી સાથે લગ્ન કર્યા, યુદ્ધ વચ્ચે સુંદર કિસ્સો

રશિયા અને યૂક્રેનની વચ્ચે યુદ્ધ સોમવારે સતત પાંચમાં દિવસે પણ ચાલુ હતું. આ વચ્ચે યૂક્રેનમાં લગ્ન કરીને એક કપલ પોતાનું રિસેપ્શન કરવા માટે ભારત આવી પહોંચ્યું હતું. યૂક્રેનના પ્રતિક અને બીઓ હુબોવે હૈદરાબાદમાં પોતાના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું. જેમાં ચિલકુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારી સીએસ રંગરાજને નવ દંપત્તિના આશિર્વાદ આપ્યા હતાં. આ સાથે યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જલ્દી ખત્મ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આવો અમે તમને બતાવીએ કે ઈન્ડો-યૂક્રેની કપલની લગ્નની તસવીરો…..

આ છે યૂક્રેનની દુલ્હન બીઓ હુબોવ અને ભારતનો દુલ્હો પ્રતિક જે થોડા દિવસ પહેલા જ યૂક્રેનમાં લગ્નના બંધનમાં બંધાયા હતાં. મહત્વની વાત એ છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા તે પહેલાં જ આ કપલ હૈદરાબાદ આવી પહોચ્યું હતું. જોકે હાલ પણ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી છે.

આ કપલ પોતાના લગ્નનું રિસેપ્શન ભારતમાં યોજ્યું હતું. બન્નેએ હૈદરાબાદમાં પોતાના લગ્નની પાર્ટી આપી હતી. જેમાં ચિલકુર બાલાજી મંદિર જેને વીસા બાલાજી મંદિરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ત્યાંના પંડિત પોતાના ખાસ ભક્તોની લઈને પહોંચ્યા હતાં.

ચિલકુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારી સીએમ રંગરાજને લગ્નમાં હાજરી આપી નવદંપત્તિને આશીર્વાદ આપ્યા હતાં. પંડિત રંગરાજને કહ્યું કે, તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે, યુદ્ધ જલ્દી ખત્મ થાય. તેમણે કહ્યું કે, આ યુદ્ધે સમગ્ર દુનિયામાં ઉથલ-પાથલ અને કોવિડ-19ને દુનિયાને વધુ પ્રભાવિત કર્યું છે.

તમને જણાવી દઈએ કે, દુલ્હન યુક્રેનની છે અને દુલ્હો હૈદરાબાદનો છે. તે મલ્લિકાર્જુન રાવનો પુત્ર છે જે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયના બાયોમેડિકલ એન્જીનિયરિંગ વિભાગના રંગરાજન સ્વામીના એલ્યુમિનસ છે.

દુલ્હાના માતા-પિતા મલ્લિકાર્જુન રાવ અને પદ્મજા પોતાના પુત્ર અને યૂક્રેનની યુવતી સાથે લગ્ન કરવાથી બહુ ખુશ છે અને તેમણે પણ આ યુદ્ધથી જલ્દી ખત્મ હોવાની પ્રાર્થના કરી હતી.

તમને જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરીના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં એક સૈન્ય અભિયાન શરૂ કર્યા બાદ યૂક્રેન એક તણાવપૂર્ણ સ્થિતિમાં છે. આ યુદ્ધના કારણે હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકોને પોતાના ઘર છોડીને જવું પડ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page