ગુજરાતનું લક્ઝુરિયર્સ ગામ, ગામના 400 ઘરમાંથી એક પણ ઘર એવું નથી જેનો સભ્ય વિદેશમાં ન હોય

દક્ષિણ ગુજરાતમાં NRIઓનું ગામ તરીકે ઓળખાતું એના ગામને પેરિસ પણ કહેવાય છે. ગામમાં 400 ઘરોમાંથી એક પણ ઘર એવું ન હોય, જેનો સભ્ય વિદેશમાં ન હોય. 200 ઘરોના તાળાં જ રહેતા હોય છે. વર્ષમાં એક વખત મોટી સંખ્યામાં વતન આવવાનું પણ ચૂકતા નથી. અમેરિકા, કેનેડા, અને યુકેમાં જ ગામના જ 3000થી વધુ વસ્તી એના ગામના લોકોની છે.

એટલે જ ગામમાં કોઈ પણ વિકાસનું કામ હોય, વિદેશમાં સ્થાપના કરેલ એનાવાલા ઇન્ટરનેશનલ એસોશિયેસનમાં પ્રપોઝ મુકતા જ કરોડો રૂપિયા માત્ર એક જ દાતા આપવા તૈયાર થઈ જતા હોય છે. અત્યાર સુધી આવા દાતાઓ કરોડો રૂપિયા ગામની સુવિધા માટે આપી ચુક્યા છે. ગામની પ્રાથમિક સુવિધાના કામોમાં પણ ફાળો નોંધનીય હોય છે.

હાલમાં ગામના NRI દાતાએ 1.75 કરોડ રૂપિયા ગામમાં ચરોતરીયા પાટીદાર સમાજના નામે સાંસ્કૃતિક હોલ બનાવવા આપ્યા હતાં. શનિવારે લગભગ 150થી વધુ એનઆરઆઇઓની હાજરી વચ્ચે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

અમોએ 1984માં એનાવાલા ઇન્ટરનેશનલ એસોશિયેસનની સ્થાપના કરી હતી, ગામમાં કોઈ પણ સુવિધાનું વિકાસલક્ષી કામ હોય, પ્રપોઝલ મુકવામાં આવે છે, માંડ 10-15 મિનિટમાં જ ફાઇનલ થઈ જતું હોય છે. ઘણા કામો માટે વ્યક્તિગત તમામ ખર્ચ પણ આપવાનું પણ નક્કી થતું હોય છે.

અમોએ 1984માં એનાવાલા ઇન્ટરનેશનલ એસોશિયેસનની સ્થાપના કરી હતી, ગામમાં કોઈ પણ સુવિધાનું વિકાસલક્ષી કામ હોય, પ્રપોઝલ મુકવામાં આવે છે, માંડ 10-15 મિનિટમાં જ ફાઇનલ થઈ જતું હોય છે. ઘણા કામો માટે વ્યક્તિગત તમામ ખર્ચ પણ આપવાનું પણ નક્કી થતું હોય છે.

આશરે 4700 લોકોની વસ્તી ધરાવતા ‘એના’ ગામમાં 2000 થી વધારે લોકો વિદેશમાં વસવાટ કરે છે. જો કે વિદેશ જઈને સુખી થયેલા આ એનઆરઆઈ ગામને આદર્શ બનાવવા દરેક પ્રકારે મદદ કરે છે. જેના કારણે આજે નાના એવા ‘એના’ ગામમાં તમામ પ્રકારની સારી સુવિધાઓનો વિકાસ થયો છે.

૬૪૦ હેક્ટર વિસ્તારમાં વસેલા એના ગામના એનઆરઆઈ લોકો ગામના વિકાસ માટે પરદેશમાં પણ ભંડોળ ભેગા કરે છે. મુખ્યત્વે પટેલ, હળપતિ, આહીર, માયાવંશી સમાજની વસ્તી ધરાવતા આ ગામની નવરાત્રિનું પણ ખાસ આકર્ષણ હોય છે. આજુ-બાજુના લોકો અહીં એનઆરઆઈ દ્વારા આયોજન થતી નવરાત્રિને માણવા ખાસ હાજરી આપે છે.

એટલું જ નહીં એના ગામના વિશાળ પાકા રસ્તા અને બંગલા કોઈને પણ શહેરની યાદ ભુલાવી દે. અમેરિકા, કેનેડા, યુકે જેવા દેશોમાં સ્થાયી થયેલા અહીંના એનઆરઆઈ હંમેશા ગામના વિકાસ માટે મદદ કરે છે.

આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે, વર્ષોથી વિદેશમાં સ્થાયી ગામના એનઆરઆઈએ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારને જાળવી રાખ્યા છે. ગામના દરેક ઘરમાંથી વ્યક્તિ વિદેશ હોવાથી અહીંની શાળામાં પણ અંગ્રેજી શિક્ષણ પર ભાર મુકવામાં આવે છે. જો કે વિદેશમાં કડકડાટ અંગ્રેજી બોલતા બાળકો ગામમાં આવીને તદ્દન દેશી અંદાજમાં જોવા મળે છે.

Similar Posts