Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratઆવું સાસરિયું તો ભાગ્યે જ કોઈને મળે! વિધવા વહુના બીજા લગ્ન કરાવ્યા...

આવું સાસરિયું તો ભાગ્યે જ કોઈને મળે! વિધવા વહુના બીજા લગ્ન કરાવ્યા ને કન્યાદાન કર્યું

સુરત શહેરના મેઘવળ સમાજના બે પરિવારોએ પુત્રના અવસાન બાદ પુત્રવધુને પુત્રી માનીને તેમનો સંસાર ફરીથી શરૂ થાય તે માટે લગ્ન કરાવી આપ્યા છે. સમાજના બે પરિવારોએ રૂઢીચુસ્તાને બાજુએ રાખીને હિંમતભર્યો નિર્ણય કર્યો છે. તેને સમાજમાં આવકાર મળી રહ્યો છે. આટલું જ નહીં આ બે પરિવારોએ દાખલેવી હિંમત સમાજિક ક્રાંતિ હોવાથી અન્ય સમાજના લોકો પણ આ પરંપરાને આગળ વધારે તો અનેક દિકરીઓ પોતાનો સંસાર માંડી શકે તેવું કહેવાય છે.

સુરતના વેડરોડ પર વિરામ નગર ખાતે રહેતા દિનેશભાઈ- વિરાશ અને લીલાબેન વિરાસનો પુત્ર મોહનભાઈ અને રીટા ના લગ્ન થયાં હત. પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ મોહનભાઈનું બિમારીના કારણે અવસાન થયું હતું. 2011માં મોહનભાઈ નું અવસાન થયું ત્યારે તેમના પત્ની રીટા ની ઉંમર માંડ 23 વર્ષની હતી. પોતાના દિકરા ની વિધવા ને ઘરે જોઈને આ પરિવારને દુઃખ થતું હતું. આ પરિવારે સામાજિક રૂઢીચુસ્તા બાજુએ રાખીને પુત્રવધુને અન્ય જગ્યાએ લગ્ન કરીને સંસાર શરૂ કરવા માટેની વાત કરી હતી.

જોકે, રીટાએ અન્ય જગ્યાએ લગ્ન કરવા નથી તે પ્રકારની વાત કરી હતી. પરંતુ આ દંપતિએ હજી સંસાર શરૃ પણ નથી થયો અને તુટી ગયો છે તેથી હજી લાંબી મજલ કાપવા છે તે સમજાવ્યા બાદ હાલમાં રીટા લગ્ન કરવા માટે તૈયાર થતાં. વિરાસ પરિવારે પોતાની દીકરીના લગ્ન હોય તેવી રીતે પુત્રવધુના લગ્ન કરાવી આપ્યા.. જાન્યુઆરી માસમાં લગ્ન થયાં અને પુત્રવધુને વિદાય આપ ત્યારે આ પરિવારને દીકરી ને વિદાય કરી હોય તેવી લાગણી થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

વેડરોડ પર વિરાસ પરિવારની જેમ દેવજીભાઈ કાલિવડા અને માયાબેન ના પુત્ર જગદીશ ના લગ્ન ગીતા ઉર્ફે ગાયત્રી સાથે થયાં હતા. અનેક અરમાનો સાથે આ દંપતિએ જીવનની શરૃઆત કરીને થોડા જ સમયમાં જગદીશને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. આ પરિવારે દિકરાના કેન્સર માંથી બહાર લાવવા માટે તમામ પ્રકારની સારવાર કરાવી પરંતુ દીકરા ને બચાવી શક્યા ન હતા. લગ્નના ટુંકા ગાળામાં જ ગીતા વિધવા બની જતાં બન્ને પરિવાર પર આભ તુટી પડ્યું હતું. દિકરા ના મોતના દુઃખને ભૂલીને આ પરિવારે પણ ગીતા ઉફ ગાયત્રીને દિકરી માનીને તેના લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ભાવનગર ખાતે રહેતા તેમના એક સંબંધીના પુત્ર સાથે ચર્ચા કરી અને બન્ને વચ્ચે મનમેળ થઈ જતાં માર્ચ 2021 માં તેઓએ પણ પોતાની પુત્રવધના લગ્ન કરાવી આપ્યા હતા.

એક જ સમાજના કાલિવડા પરિવાર અને વિરાસ પરિવારે પોતાની પુત્રવધુ વિધવા થઈ જતાં તેઓએ તેને દિલથી પુત્રી માનીને તેના લગ્ન અન્ય પાત્ર સાથે કરીને તેમની જીંદગી તો નવેસરથી જ જીવવામાં મદદ કરી છે પરંતુ સાથે માત્ર મેઘવાળ સમાજ જ નહીં પરંતુ તમામ સમાજને એક અનોખો સંદેશો પણ આપ્યો છે. આ બન્ને પરિવાર ના વડિલો કહે છે, ભગવાન ન કરે જો તમારા ઘરે તમારા દિકરા ના લગ્ન બાદ મૃત્યુ થાય તો પુત્રવધુને ઘરે બેસાડવાના બદલે માન સન્માન સાથે તેને દીકરી ગણીને લગ્ન કરાવી આપશો તો એક સાથે કેટલીક જીંદગીને તમે નવુ જીવન આપી શકશો.

સુરતના મેઘવાળ સમાજના બે પરિવારો પોતાના દિકરા ગુમાવ્યા બાદ પુત્રવધૂને પુત્રી માનીને તેમનું કન્યાદાન કરી બીજા લગ્ન કરાવ્યા તે ઘટના સામાજિક ક્રાંતિ નો ભાગ બની રહી છે તેના કારણે સમાજના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ પરિવાર નું બહુમાન કરવામાં આવી રહ્યું છે.

સમાજના અગ્રણી અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતી સોસા કહે છે, અમારા સમાજમાં આ પહેલી ઘટના છે આ અમારા સમાજ માટે જ નહીં પરંતુ તમામ સમાજને નવી દિશા ચીંધે તેવી ઘટના છે તેના કારણે આ બન્ને પરિવારોએ જે હિમત પૂર્વકનું કામ કર્યું છે તે સામાજિક ક્રાંતિના મંડાણ ગણી શકાય તેવા છે. સમાજના અન્ય અગ્રણી મોહન સોસા કહે છે, આ પરિવાર દ્વારા કરવામા આવેલી પહેલ અનેક લોકો માટે દિશા સૂચક બની રહે છે. તેમની આ પહેલને બિરદાવવા માટે ક્રાંતિકારી યુવક મંડળ, મેઘદુત ચેરીટેબલ ટ્રસ્ટ સહિ અનેક સંસ્થાઓ તેમનું બહુમાન કરી રહી છે. આ પરિવારો સાથે બહુમાનને લાયક છે અને સુરતમાં અમારા સમાજ નહીં અનેક સમાજને નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page