Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightત્રણ ફૂટના વરરાજા-દુલ્હનના લગ્ન, દુલ્હાએ તો ફિલ્મ્સમાં પણ કરેલું છે કામ

ત્રણ ફૂટના વરરાજા-દુલ્હનના લગ્ન, દુલ્હાએ તો ફિલ્મ્સમાં પણ કરેલું છે કામ

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં નૌચંદી વિસ્તારમાં 3 ફૂટના દુલ્હા-દુલ્હનની જોડીના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. આ લગ્નની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. લૉકડાઉન લાગવાને કારણે ફિરોઝ અને ઝયનબે લગ્ન માટે લગભગ અઢી મહિના જેટલા સમય સુધી રાહ જોવી પડી હતી. અંતે લૉકડાઉન વચ્ચે જ મંજૂરી સાથે તેમના લગ્ન થઈ ગયા હતા. ઓછી ઉંચાઈને કારણે બંનેના પરિવારજનોને પોતાના બાળકો માટે જીવનસાથી શોધવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

જોકે અંતે યોગ્ય પાત્ર મળતા બંનેના પરિવારજનો ખુશ થયા હતા. 3 ફૂટના ફિરોઝ માટે દુલ્હા બનવાનું સ્વપ્ન આખરે પૂર્ણ થયું. પરિવારજનો ઘણા સમયથી તેના લગ્નના પ્રયાસમાં હતા. એક વાર ફિરોઝ પોતાના મિત્રના ઘરે ગયો ત્યારે તેના મિત્રની ભાભીએ ફિરોઝને જોયો હતો.

તેમણે ફિરોઝની પસંદગી પોતાની 3 ફૂટની બહેન માટે કરી હતી. જેની પણ હાઈટ ઓછી હતી અને તેઓ પોતાની બહેન માટે ફિરોઝ જેવા દુલ્હાની જ શોધ કરી રહ્યાં હતા. પછી બંનેના પરિવારજનો વચ્ચે વાત આગળ વધતા લગ્નની તારીખ નક્કી કરવામા આવી હતી.

ફિરોઝના ઘરમાં તમામની ઉંચાઈ સામાન્ય હતી પરંતુ ફિરોઝની ઉંચાઈ ઓછી હોવાથી તેના પરિવારજનોને સતત દીકરાના લગ્નની ચિંતા થતી રહેતી હતી.

લૉકડાઉનને કારણે તંત્રની મંજૂરી લઈ ફિરોઝ અને ઝયનબના નિકાહ કરાવવામાં આવ્યા હતા. ફિરોઝે જણાવ્યું કે, તે મોલિવૂડની ઘણી ફિલ્મ્સ જેમકે ‘ડૉક્ટર દિલવાલા’, ‘મેરા દુશ્મન-મેરા દોસ્ત’, ‘સપના અપના-અપના’, ‘મસ્ત પહેલવાન’ અને ‘પડોશી પરેશાન’માં કામ કરી ચૂક્યો છે.

ફિલ્મ્સમાં કામ કરવા છતાં પણ તેને દુલ્હન મળી રહી નહોતી. અંતે ઝયનબ તરીકે તેને પોતાની જીવનસાથી મળી હતી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your imagination roam! ✨ Don’t just explore, savor the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page