Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratશાલિગ્રામ ભગવાન હેલિકોપ્ટરમાં સવાર થઈ પહોંચ્યા, વાજતેગાજતે વરઘોડો નીકળ્યો

શાલિગ્રામ ભગવાન હેલિકોપ્ટરમાં સવાર થઈ પહોંચ્યા, વાજતેગાજતે વરઘોડો નીકળ્યો

આજે અગિયારસના દિવસે ઠેર ઠેર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. એમાંય ખાસ રાજકોટના પાળ ગામે તુલસી વિવાહે આકર્ષણ જમાવ્યું છે, કારણ કે પાળ ગામનાં ગ્રામજનો સાથે ઠાકોરજીની જાન હેલિકોપ્ટરમાં સવાર થઈને પાળ ગામથી 15 કિલોમીટર દૂર લાપાસરી ગામ ખાતે તુલસી માતા સાથે લગ્ન માટે પહોંચી હતી. આ સમગ્ર ઘટના ડ્રોન કેમેરામાં કેદ થઈ હતી, જેનાં દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે બિરાજેલા ઠાકોરજીની આજે કારતક સુદ એકાદશી (દેવઊઠી એકાદશી) પર્વ નિમિતે નિત્યક્રમ મુજબ સવારે 6.45 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન થઈ વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.

જે બાદ ઠાકોરજીને દુલ્હેરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા અને શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે યજમાન પરિવારના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નિકળ્યો હતો.

મંદિરના પૂજારીદ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. ભગવાન શાલિગ્રામ હેલીકોપ્ટરમાં બિરાજી જાન લઇ તુલસીજી સાથે લગ્ન કરવા માટે 15 કિલોમીટર દૂર લાપાસરી ગામ ખાતે ગયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શનકરી ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે આજે દેવઉઠી એકદાશી છે. આજના દિવસે તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે. ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીના લગ્ન થાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે, જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામની પોતાની ભક્ત સાથે છળ કર્યું હતું.

ત્યાર પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા હતાં, પરંતુ લક્ષ્મી માતાની વિનંતી પછી તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવીને પોતે સતી થઇ ગઇ. તેમની રાખથી જ તુલસીના છોડનો જન્મ થયો અને તેની સાથે શાલિગ્રામના લગ્નની પ્રથા શરૂ થઇ છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! ? Embark into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ✨

  2. I participated on this online casino site and won a significant amount, but after some time, my mother fell ill, and I needed to withdraw some earnings from my casino account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to the gambling platform. I implore for your assistance in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others do not face the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page