Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Rightઆ ગામના લોકો રહે છે ઉંદરોના દરમાં, જીવે છે કંઈક આવી લાઇફ

આ ગામના લોકો રહે છે ઉંદરોના દરમાં, જીવે છે કંઈક આવી લાઇફ

ઘણીવાર તમે ઉંદરને દરમાં જતો જોયો હશે. એટલું જ નહીં બાળપણમાં પણ એવો વિચાર તો આવ્યો જ હશે કે, નાનકડાં અમથા દરમાં ઉંદર કેવી રીતે રહેતો હશે. આજે અમે તમને એક રસપ્રદ વાત જણાવીએ. જ્યાં ઉંદરના દરમાં માણસો રહે છે. જી હાં, ઉંદરના દર જેવું દેખાતું આ ગામ ઇરાનના કંદોવનમાં છે. હજારો વર્ષ પહેલાં અહીં લોકો રહે છે. જેની પાછળની કહાની કંઈક અલગ જ છે.

આમ તો દુનિયાભરના ઘણાં એવા ગામ છે. જેમાંથી કેટલાક પોતાની સુંદરતાને કારણે ઓળખાય છે તો કેટલાક વિચિત્ર પરંપરાના લીધે ફેમસ છે. આજે અમે તમને ઇરાનના કંદોવન ગામ વિશે જણાવીએ. જ્યાં લોકો એવા ઘરમાં રહે છે. જે દેખાવમાં બિલકુલ ઉંદરના દર જેવા છે. તમને એ વાત જાણીને હેરાની થશે પણ આ વાત બિલકુલ સાચી છે. અહીં લોકો ઉંદરના દર જેવા પોતાના ઘર બનાવે છે. આ પાછળ એક રસપ્રદ કારણ પણ છે.

આ ઘર જોવામાં ભલે વિચિત્ર લાગે, પણ રહેવા માટે ખૂબ જ આરામદાયક છે. રિપોર્ટ મુજબ, આ ગામ 700 વર્ષ જૂનુ છે. અહીં રહેતાં લોકોને ન તો હીટરની જરૂર પડે છે અને ન તો ACની. ગરમીના વાતાવરણમાં આ ઘર ઠંડા રહે છે અને શિયાળામાં ગરમ રહે છે. તમે વિચારી રહ્યા હશો કે, આ ઘરનું નિર્માણ ક્યારે અને કેવી રીતે થયું.

આ ગામમાં રહેતાં લોકો મુજબ ઇરાનિઓ આ ગામ મંગોલોંના હુમલાથી બચવા માટે બનાવ્યું હતું. કંદોવનના પ્રારંભિક નિવાસી અહીં હુમલાખોર મંગોલોંથી બચવા માટે આવતાં હતાં. તેમને છિપાવવા માટે જ્વાળામુખી પહાડો ખોદી ઠેકાણું કરતા હતાં અને તે તેમનું સ્થાયી ઘર બની જતું હતું, દુનિયાભરમાં આ ગામમાં તેના અનોખા ઘર માટે ઓળખાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page