Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywood'કેબીસી'ના અઘરા સવાલના જવાબ ભલે આવડતા હોય પણ બિગ બીના આ શોની...

‘કેબીસી’ના અઘરા સવાલના જવાબ ભલે આવડતા હોય પણ બિગ બીના આ શોની 10 વાત નહીં જ ખબર હોય

મુંબઈઃ ‘કેબીસી 11’માં અમિતાભ બચ્ચન પૂરી એનર્જી સાથે શો હોસ્ટ કરતાં જોવા મળે છે. અમિતાભ શો દરમિયાન ઘણીવાર અંગત જીવનની વાત પણ કરતાં હોય છે. જોકે, આજે અમે તમને શો સાથે જોડાયેલી એવી કેટલીક વાતો કરીશું, જે તમને ખબર નહીં હોય.

1. બિગ બી હોટ સીટ પર જતાં પહેલાં બેક સ્ટેજમાં કન્ટેસ્ટેન્ટ્સ અંગે પૂરી માહિતી મેળવી લેતા હોય છે. જેથી, તેઓ સ્પર્ધક સાથે સરળતાથી વાત કરી શકે.

2. સ્પર્ધક જ નહીં બિગ બીને પણ સવાલનો જવાબ ત્યાં સુધી ખબર હોતી નથી જ્યાં સુધી સ્પર્ધક જવાબ લોક ના કરે.

3. શોમાં આવેલા દરેક સ્પર્ધક સેટ પરથી ત્યાં સુધી બહાર ના જઈ શકે જ્યાં સુધી શૂટિંગ પૂરું ના થાય.

4. જો બિગ બી કોઈ સ્પર્ધકને ઓટોગ્રાફ આપે તો ત્યાં હાજર ક્રૂ મેમ્બર તેની ઓટોગ્રાફ બુક લઈ લે છે અને પરત આપતા નથી.

5. અમિતાભના વોર્ડરોબની કિંમત પ્રતિ એપિસોડ 10 લાખ રૂ. છે.

6. સ્પર્ધકોને 30 ટકા ઈનકમ ટેક્સ કાપીને ઈનામી રકમ આપવામાં આવે છે, એટલે કે સ્પર્ધક 1 કરોડ રૂ. જીતે તો તેને 70 લાખ રૂપિયા મળશે.

7. સગીર વયના બાળકોને કેમેરા આગળ બેસાડવામાં આવે છે, તેથી તે સ્ક્રીન પર ના દેખાય. તેમને ત્યારે જ સ્ક્રીન પર બતાવવામાં આવે છે, જ્યારે સ્પર્ધકની ફેમિલીનો તેઓ હિસ્સો હોય.

8. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના રિઝલ્ટ બાદ બ્રેક એટલા માટે આવે છે, જેથી સ્પર્ધકને હોટ સીટ પર લઈ જતાં પહેલાં તેનો મેક-અપ કરવામાં આવે છે.

9. કમ્પ્યુટરજી જે સવાલ પૂછે છે, તે રિયલ ટાઈમ હોય છે. એટલે કે બિગ બીથી થોડાં અંતરે એક ટેકનિકલ વ્યક્તિ બેઠી હોય છે, જે સ્પર્ધકના પર્ફોર્મન્સ પ્રમાણે, સરળ કે અઘરો સવાલ પૂછે છે.

10. હોટ સીટ સુધી પહોંચવા માટે એસએમએસ, પર્સનલ કોલ, જીકે રાઉન્ડ તથા ઓડિશનમાંથી પસાર થવું પડે છે. ત્યારબાદ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમવાની તક મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page