મોડી સાંજે અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરરસાદી ઝાપટાં

Featured Gujarat

અમદાવાદ: હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આજે હવામાનમાં પલટો આવ્યો હતો. બપોર બાદ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં પલટો આવતાં જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જોત જોતામાં જ સાંજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. અમદાવાદમાં મોડી સાંજે વીજળીના કડાકા સાથે ધોધરમા વરસાદ તુટી પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે બાદ સાંજે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ઝાપટાં જોવા મળ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં પાટણ, ડીસા અને સિદ્ધપુરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો જેના કરણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

આ ઉપરાંત આજે ભાવનગર, પાલીતાણા, કચ્છ, મહેસાણા સહિત અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજ સવારથી જ આ વિસ્તારોમાં વાદળાઓ જોવા મળ્યાં હતાં. મહેસાણાના ઊંઝામાં માવઠું પણ થયું હતં.

પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. નોંઘણવદર, વાળુકડ, સમઢીયાળામાં વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ચણા, ઘઉં, જીરૂના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઈરાન અને અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સની સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે સાઉથ પાકિસ્તાનમાં દોઢ કિલોમીટરના વિસ્તારમાં એર સરક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આજે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર જિલ્લામાં માવઠાની અસર જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સુઈગામ અને વાવ વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે જીરૂ, ઈસબગુલ અને રાઈ જેવા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દ્વારકા અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બન્ને જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે લિંબડીના જાંબુ, પરાલી, ભથાણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *