Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodબહેનની વિદાયમાં રડી પડ્યો હતો ગોગી, તોફાની ટપુડાએ આ રીતે રાખ્યો હતો...

બહેનની વિદાયમાં રડી પડ્યો હતો ગોગી, તોફાની ટપુડાએ આ રીતે રાખ્યો હતો છાનો

મુંબઈઃ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનો રોલ સમય શાહ પ્લે કરે છે. સમય શાહની મોટી બહેન ડિનલ શાહના લગ્ન 25 જાન્યુઆરી, 2019માં યોજાયા હતા. મુંબઈમાં યોજાયેલા લગ્ન ઘણાં જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.

2019માં મુંબઈમાં ભવ્ય રીતે યોજાયા હતા. તે સમયે કોરોનાનો ક પણ દુનિયા કે દેશને ખબર નહોતી. લગ્નમાં પરિવાર, મિત્રો તથા સંબંધીઓ હાજર રહ્યાં હતાં.

ડિનલ શાહનું હુલામણું નામ રાણી છે. ડિનલના પેરેન્ટ્સે દીકરીના લગ્ન રાણીની જેમ જ વૈભવી રીતે કર્યાં હતાં. લગ્નમાં સંગીત સેરેમની પીઠી, પૂલ પાર્ટી, વેડિંગ તથા રિસેપ્શન એ રીતે વિવિધ ફંક્શન યોજવામાં આવ્યા હતા.

લગ્નમાં ‘તારક મહેતા… ‘ના કલાકારો આવ્યા નહોતા. જોકે, ડિનલ તથા ભવ્ય ગાંધી (‘તારક.. ‘નો જૂનો ટપુડો) માસીયાઈ ભાઈ બહેન થાય છે. ભવ્ય ગાંધીએ લગ્નના દરેક ફંક્શનમાં હાજરી આપી હતી.

ભવ્ય ગાંધી દરેક વિધિમાં સમય શાહની સાથે જોવા મળ્યો હતો. વિદાય સમયે સમય શાહ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. આ સમયે ભવ્ય ગાંધીએ તેને છાનો રાખ્યો હતો.

ડિનલે પતિ અર્પિત સાથે લગ્નની દરેક વિધિને મનથી માણી હતી. અર્પિત તથા ડિનલ ‘મેડ ફોર હેવન’ જોડી લાગતી હતી.

સમય શાહના પરિવારમાં બે મોટી બહેનો, પેરેટન્સ છે. સમય શાહ છેલ્લાં 12 વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલો છે.

આ સિરિયલમાં કામ કરતાં કરતાં જ સમય શાહ મોટો થયો છે. નવાઈની વાત એ છે કે સિરિયલમાં તે સૌથી નાનો હતો.

સમય શાહ હાલમાં કોલેજમાં ભણે છે. સમય શાહને નાટકમાં પણ કામ કરવું છે. તે નાટકને ડિરેક્ટ પણ કરે છે.

વિદાય દરમિયાન ડિનલ શાહ પિતા તથા ભાઈને ભેટીને રડી પડી હતી.

સિરિયલમાં ગોગીના પેરેન્ટ્સના રોલમાં હાલમાં જેનિફર મિસ્ત્રી તથા બલવિંદર સિંહ સૂરી છે. ગોગીને ઓનસ્ક્રીન પેરેન્ટ્સ સાથે ઘણું જ સારું બંને છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this online casino site and managed a substantial sum of money, but after some time, my mother fell sick, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mother died due to such gambling platform. I implore for your help in reporting this site. Please assist me to achieve justice, so that others do not undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page