Friday, July 19, 2024
Google search engine
HomeNationalપિતા પર હુમલાનો વીડિયો બનાવનાર દીકરને દોડાવીને ગોળી મારી હતી, હવે આવો...

પિતા પર હુમલાનો વીડિયો બનાવનાર દીકરને દોડાવીને ગોળી મારી હતી, હવે આવો આવ્યો હત્યારોનો અંત

ગોરખપુરઃ ઉત્તરપ્રદેશની ગોરખપુર પોલીસે કાજલ હત્યાકાંડના ફરાર એક લાખના ઈનામી બદમાશ વિજય પ્રજાતિને મારામારીમાં મારી નાખ્યો છે. પોલીસ તથા સ્વોટની સંયુક્ત ટીમની સાથે ગગહા વિસ્તારમાં ગોબરહિયા પુલિયાની પાસે એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું. સૌ પહેલાં વિજયે ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસે વળતો પ્રહાર કરતાં તેને ગોળી વાગી હતી અને ઘાયલ થઈને પડી ગયો હતો.

પોલીસે વિજયને પકડી પાડ્યો હતો અને હોસ્પિટલ લઈ હતી. જોકે, અહીંયા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કાજલ હત્યાકાંડ બાદ ગોરખપુર પોલીસે વજિય પર એક લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. એન્કાઉન્ટમાં વિજયનો એક સાથે ત્યાંથી ભાગી ગયો છે. પોલીસ આ વ્યક્તિની શોધખોળ કરી રહી છે.

પોલીસને જોતા જ ફાયરિંગ શરૂ કર્યુંઃ ગુરુવાર, 9 સપ્ટેમ્બરની રાત્રે વિજય ગોબરહિયા પુલિયાની પાસે હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન વિજય પ્રજાપતિ પોતાના એક સાથી સાથે આવતો જોવા મળ્યો હતો. પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસે સ્વબચાવમાં સામે ફાયરિંગ શરૂ કર્યું હતું, જેમાં વિજય ઘાયલ થયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેણે રસ્તામાં જ દમ તોડ્યો હતો.

હરિયાણા પોલીસનું નકલી આઇકાર્ડ મળ્યુંઃ વિજય પર ગોરખપુર, બારાબંકી તથા દેહરાદૂનમાં અનેક ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાયેલા છે. લૂંટના 12થી વધુ કેસ છે. ગોરખપુર ઉપરાંત તે એનસીઆર વિસ્તારમાં પણ સક્રિય છે. પોલીસને તેની પાસેથી એક બાઇક, 2 પિસ્તોલ, CBI તથા હરિયાણા પોલીસનું નકલી આઇ કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસના મતે, તે ક્યારેક પોલીસવાળો તો ક્યારેક સીબીઆઈ અધિકારી બનીને ફરતો હતો.

21 ઓગસ્ટે કાજલને ગોળી મારી હતીઃ 21 ઓગસ્ટની રાત્રે રૂપિયાની લેવડદેવડમાં આરોપી વિજય પ્રજાપતિ પોતાના સાથીઓ સાથે રાજુ નયન સિંહના ઘરે આવ્યો હતો. અહીંયા તેણે રાજુને માર માર્યો હતો. પિતાને માર ખાતા જોઈને કાજલે બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. કાજલને વીડિયો બનાવતા જોઈને વિજયને ગુસ્સો આવ્યો અને તેણે કાજલને દેશી તમંચાથી ગોળી મારી હતી. ગોળી મારીને વિજય સાથીઓ સાથે કાજલનો મોબાઈલ લઈને ભાગી ગયો હતો. ઘાયલ કાજલે લખનઉમાં ચાર દિવસની સારવાર બાદ દમ તોડ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, પેટમાં ગોળી વાગી હતી અને આ ગોળી નીકળી શકી નહીં. આ જ ગોળીએ કાજલનો જીવ લીધો. ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પર આ પહેલાં પણ અનેક કેસ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ww88bet ?? t?o nên m?t cau chúc bu?i sáng y ngh?a và ??y c?m xúc, chúng ta c?n l?a ch?n nh?ng t? ng? thích h?p. ??u tiên, h?y b?t ??u v?i m?t l?i chào t?t ??p nh? “Chào bu?i sáng

  2. эффективно,
    Индивидуальный подход к каждому пациенту, для крепких и здоровых зубов,
    Профессиональное лечение и консультации, для вашего удобства,
    Комфортные условия и дружественный персонал, для вашего здоровья и благополучия,
    Инновационные методы стоматологии, для вашего долгосрочного удовлетворения,
    Экстренная помощь в любое время суток, для вашего здоровья и уверенности в себе,
    Индивидуальный план лечения для каждого пациента, для вашей уверенной улыбки
    лікування зубів у дітей [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments