ચાર રૂમમાં રહેતી માત્ર યુવતીઓ, મકાનમાલિક હવસ સંતોષવા આ રીતે બનાવતો પોર્ન વીડિયો

જો તમારી દીકરી હોસ્ટેલમાં રહે છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે. ઘરની દીકરીઓ સલામત રહે તે માટે થોડીક સાવચેતી રાખવી જરૂરી છે. જો આ સવાચેતીમાં થોડીક પણ ચૂક થાય તો ન બનવાનું બની જાય છે. આવું જ કંઈક હોસ્ટેલની યુવતીઓ સાથે બન્યું હતું.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની એક હોસ્ટેલમાં બાથરૂમમાં સ્પાય કેમેરો ફિટ કરી દીધી હતી. તે યુવતીઓને બાથરૂમમાં ન્હાતા લાઇવ જતો હતો. આ વાતનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે હોસ્ટેલમાં એક વિદ્યાર્થિની રૂમ લેવા ગઈ હતી.

વિદ્યાર્થિનીને બાથરૂમમાં ગયા બાદ કંઈક શંકા ગઈ હતી. તેણે બાથરૂમનો શાવર ચેક કર્યો તો તેમાંથી સ્પાય કેમેરો નીકળ્યો હતો. આ વિદ્યાર્થિનીએ હોબાળો મચાવી દીધો હતો. તેના મિત્રે પોલીસને ફોન કર્યો હતો. પોલીસે આશીષ ખરેની ધરપકડ કરી હતી. આરોપી આઇ સર્જન બીકે ખરેનો દીકરો છે.

યુવતીઓને નહાતા જોતોઃ આશીષે પોતાના બાથરૂમમાં સ્પાય કેમેરો ફિટ કર્યો હતો અને પોતે નહાતો હોય તે રેકોર્ડ કર્યું હતું. ત્યારબાદ તેણે એ વાત જોઈ કે કયા કયા એન્ગલથી વીડિયો શૂટ થઈ રહ્યો છે. તેણે કમ્પ્યુટર લેબ બનાવી હતી. અહીંયા બેસીને તે યુવતીઓને બાથરૂમમાં ન્હાતો જોતો હતો. વીડિયો રેકોર્ડ કરીને મિક્સ કરતો હતો. પોલીસને તપાસમાં અનેક યુવતીઓ નહાતી હોય તેવી ક્લિપ મળી છે.

આપત્તિજનક વસ્તુઓ મળીઃ ડૉ. બીકે ખરેનું ઘર પોલીસ લાઇનની બાજુમાં જ છે. પોલીસે તપાસ કરી તો બીકે ખરેના એકના એક દીકરા આશીષના રૂમમાંથી આપત્તિજનક વસ્તુઓ મળી હતી, જેમાં કોન્ડોમ તથા યુવતીઓના અન્ડરગાર્મેન્ટ્સ સામેલ છે. આ બાબત એ વાત તરફ ઈશારો કરે છે કે તે યુવતીઓનો અશ્લીલ વીડિયો બનાવીને તેમનું યૌન શોષણ કરતો હતો. કમ્પ્યુટરમાંથી અશ્લીલ વીડિયો મળ્યા હતા.

પોર્ન સાઇટ્સ પર વીડિયો શૅર કર્યાની શક્યતાઃ પોલીસે હાર્ડ ડિસ્ક તથા કમ્પ્યુટર પુરાવા તરીકે સીલ કરી દીધું છે. તપાસમાં અશ્લીલ વીડિયોને પોર્ન સાઇટ્સને વેચ્યા હોવાની શક્યતા છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવશે.

ઓછું ભાડું લેતોઃ ચાર રૂમની હોસ્ટેલ આશીષ ખરેની જ હતી. આશીષ માત્ર યુવતીઓને જ રૂમ ભાડે આપતો હતો. આટલું જ નહીં શહેરમાં ચાલતા ભાડાના દરથી અડધા દરે તે ઘર આપતો હતો.

સસ્તાની લાલચમાં યુવતીઓ રૂમ લેતી હતી. જ્યાં સુધી યુવતીઓને આશીષની કરતૂતોની જાણ થાય ત્યાં સુધીમાં તો આશીષ પાસે અશ્લીલ વીડિયો આવી જતા ત્યારબાદ તે યુવતીઓને બ્લેકમેલ કરતો. સમાજમાં ઈજ્જત જવાના ડરથી આશીષને તાબે થઈ જતી હતી.

Similar Posts