Friday, April 12, 2024
Google search engine
HomeNationalઅધિકારીઓ ભગવાન છે! ઈન્જેક્શન માટે પ્રજાને ટટળાવે છે, મહિલાઓ CMOના પગે પડી...

અધિકારીઓ ભગવાન છે! ઈન્જેક્શન માટે પ્રજાને ટટળાવે છે, મહિલાઓ CMOના પગે પડી ગઈ!

નોઈડાઃ ઉત્તર પ્રદેશ સરકારે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ના હોવાનું આશ્વાસન આપ્યું છે. જોકે, પરિસ્થિતિ કંઈક અલગ જ છે. નોઈડા સેક્ટર 39માં મંગળવાર, 27 એપ્રિલના રોજ સીએમઓ કાર્યાલયમાં બપોરના ત્રણ વાગે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે મહિલાઓ ઈન્જેક્શન માટે ભટકી રહી હતી.

આ દરમિયાન કાર્યાલય આવેલા સીએમઓ ડો. દીપક ઓહરીની આગળ ત્રણ મહિલાઓ પગે પડી ગઈ હતી અને ઈન્જેક્શન આપવાની વિનંતી કરવા લાગી હતી. જોકે, સીએમઓના પેટનું પાણી ના હલ્યું અને તેમણે માત્ર ઠાલા આશ્વાસન આપ્યા અને ઓફિસની અંદર જતા રહ્યા હતા.

કોઈએ આ આખી ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાઈરલ કરી દીધી હતી. લોકોએ સીએમઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુઝર્સ કહેવા લાગ્યા હતા કે માનવતા ભૂલીને હવે સરકાર ખોટું બોલવા લાગી હતી. જ્યાં સુધી તમે આ લોકોના પગે નહીં પડો ત્યાં સુધી તમારો જીવ બચશે નહીં.

અન્ય કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે ધિક્કાર છે, આવી વ્યવસ્થા પર. અધિકારી ભગવાન બની ગયા છે. જનતા લાચાર છે. સીએમઓ સાથે મીડિયાએ વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફોન જ રીસિવ કર્યો નહોતો.

બીજીવાર આવ્યા તો જેલમાં નાખી દઈશઃ કોવિડ 19ની દર્દીની સંબંધી એક મહિલાએ ગૌતમબુદ્ધ નગરના મુખ્ય ચિકિત્સા અધિકારી (સીએમઓ) પર રેમડેસિવિર ઈન્જેક્શન માગવા માટે જો તે બીજીવાર ઓફિસ આવી તો તેને જેલમાં નાખી દેવાની ધમકી આપી હોવાનું કહ્યું હતું.

આ મહિલા રેમડેસિવિર ઈન્જેક્શન માટે અન્ય સાત આઠ લોકો સાથે સીએમઓ ઓફિસ આવી હતી. આ સાત આઠ લોકો પણ ઈન્જેક્શન શોધતા હતા. અહીંયા જ આ ઘટના બની હતી. સો.મીડિયામાં સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ મહિલાઓ સીએમઓ દીપક ઓહરીની સામે હાથ જોડીને મદદ માટે આજીજી કરે છે. ઈન્જેક્શન માટે આ ત્રણ મહિલાઓ પગે પડી જાય છે.

મહિલાએ કહ્યું હતું કે તે અહીંયા ઈન્જેક્શન માટે આવી હતી. જ્યારે તેણે એમ કહ્યું કે તે ફરીવાર આવશે તો તેને કહેવામાં આવ્યું કે જો તે બીજીવાર આવી તો તેને જેલમાં નાખી દેવામાં આવશે. હજી સુધી સીએમઓ અથવા જિલ્લા તંત્ર તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

 

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated on this casino website and earned a substantial pile of earnings. However, eventually, my mom fell gravely sick, and I wanted to withdraw some funds from my casino balance. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I urgently request your assistance in bringing attention to this issue with the site. Please help me to obtain justice, to ensure others do not face the hardship I’m facing today, and stop them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page