Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalદૂધ વેચનારની દીકરીએ પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દેશભરમાં આવ્યો 12મો રેંક

દૂધ વેચનારની દીકરીએ પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દેશભરમાં આવ્યો 12મો રેંક

હિસારઃ સંઘ લોક સેવા આયોગ (UPSC) ની ISSની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં હરિયાણાના હિસારની દીકરીએ દેશમાં 12મો રેંક પ્રાપ્ત કર્યો છે. દીકરીને વધામણા આપવા ઘરની બહાર ભીડ ઉમટી પડી છે.

કલ્પનાની પસંદગી થતાં જ તેના હિસાર સ્થિત આઝાદ નગરમાં મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કલ્પનાની માતા રાજબાલા બહુ જ ખુશ છે. તેણે કહ્યું હતું કે માત્ર પરિવારનું નહીં, પરંતુ રાજ્યનું નામ પણ રોશન કર્યું છે.

વધુમાં રાજબાલાએ કહ્યું હતું કે દીકરી નાનપણથી હોશિયાર છે અને આ તેની મહેનતનું પરિણામ છે. લગનને કારણે તે આજે 12મું સ્થાન હાંસિલ કરી શકી છે.

રાજબાલાએ કહ્યું હતું કે કલ્પના ISSની તૈયારી કોઈ પણ કોચિંગ ક્લાસમાં ગયા વગર કરી છે. કલ્પના માટે કોચિંગ ક્લાસમાં જવું ઘણું જ મુશ્કેલ હતું, પરંતુ તેણે પોતાની મહેનતમાં કોઈ ઉણપ બાકી રાખી નહોતી. તેણે ઈમાનદારીથી પરીક્ષા આપી હતી.

કલ્પના પોતાની સફળતાનું શ્રેય શિક્ષકો તથા પરિવારને આપે છે. કલ્પનાની માતા રાજબાલા ગામમાં દૂધની ડેરી ચલાવે છે. તે ગામથી હિસાર રોજ દૂધ વેચવા જાય છે.

કલ્પનાના પિતા અકાઉન્ટન્ટ છે. તે હાલમાં સિવાનીમાં છે. કલ્પનાનો ભાઈ એમબીબીએસમાં ઇન્ટર્નશિપ કરે છે. કલ્પનાના દાદા દયારામ ગાવડે ગામના પૂર્વ સરપંચ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page