યુવતીએ મુકેશ અંબાણીને પૂછ્યું, મારે 100 કરોડ કમાતા યુવક સાથે લગ્ન કરવા છે તો હું શું કરું?

Business

મુંબઈઃ દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની સફળતા વિશે તો તમને ખ્યાલ જ છે. મુકેશ પરિણીતી છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેમની સાથે યુવતીઓ લગ્ન માટે ઉત્સુક હતી. 2016માં સો.મીડિયામાં એક પોસ્ટ વાઈરલ થઈ હતી, જેમાં એક યુવતીએ 100 કરોડ સંપત્તિ ધરાવતા યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. આ પોસ્ટ પર મુકેશ અંબાણીએ જવાબ આપ્યો હતો.

પૂજા ચૌહાણ નામની યુવતીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. પૂજાએ પોસ્ટમાં કહ્યું હતું, ‘હું તમને જે કહેવા જઈ રહી છું, તે એકદમ સાચું છે. હું 25 વર્ષની છું અને ઘણી જ સુંદર છું. મારી ઈચ્છા છે કે હું તે યુવક સાથે લગ્ન કરું, જે વર્ષ 100 કરોડની કમાણી કરતો હોય. તમે મને લાલચી કહી શકો છો. જોકે, 2 કરોડની વાર્ષિક કમાણી કરનારે મિડલ ક્લાસ કહેવામાં આવે છે. હું માત્ર તમારી પાસે ટિપ્સ લેવા માગું છું કે હું કેવી રીતે અમીર યુવક સાથે લગ્ન કરી શકું છું. મેં વર્ષે 50 કરોડની કમાણી કરતાં છોકરાને ડેટ કર્યો છે, તે મારા જીવનનો સૌથી અમીર યુવક હતો. જોકે, 50 કરોડની કમાણી કરનારો મારા માટે ન્યૂ યોર્ક સિટીમાં ઘર ખરીદી શકે તેમ નથી. મારા મનમાં બહુ બધા સવાલ છે અને તમે કદાચ તેનો જવાબ આપી શકો તેમ છો.’

ત્યારબાદ પૂજાએ ચાર સવાલ મુકેશ અંબાણીને પૂછ્યું હતા, જેમાં 1. હું કઈ ઉંમરમાં અમીર યુવકોને ટાર્ગેટ કરું. 2. અમીર યુવકોની પત્નીઓ કેમ વધુ સુંદર હોતી નથી. હું એવા કેટલાંક લોકોને મળી છું, જેમણે અમીર યુવકો સાથે લગ્ન કર્યાં છે. જોકે, તેઓ દેખાવમાં સુંદર નથી. 3. તમે કોને અને કેવી રીતે પોતાની ગર્લફ્રેન્ડ કે પત્ની તરીકે પસંદ કરત. 4. અમીર યુવકો ક્યાં હેંગ આઉટ કરે છે. (બાર્સ, રેસ્ટોરાં તથા જીમના નામ તથા એડ્રેસ આપવા વિનંતી)

યુવતીના સવાલ જ એવા હતા કે જે સો.મીડિયામાં વાઈરલ થાય તે સ્વાભાવિક છે. આ પોસ્ટમાં દેશના અમીર બિઝનેસમેનને સવાલ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે મુકેશ અંબાણીએ યુવતીની આ પોસ્ટ પર જવાબ આપ્યો હતો.

શું આપ્યો જવાબ? મુકેશ અંબાણીએ કહ્યું હતું, ‘પૂજાજી મેં તમારી પોસ્ટ ધ્યાનથી વાંચી છે. ઘણી યુવતીઓ તમારી જેમ જ વિચારે છે. હું આનો જવાબ સારી રીતે આપી શકું છું. હું વર્ષે 100 કરોડથી વધુ કમાણી કરું છું, એટલે કે તમે જેવો છોકરો શોધો છો, તે સાથે હું મેચ થાઉં છું. જો હું બિઝનેસમેન તરીકે કહું તો તમારી સાથે લગ્ન કરવા મારા માટે સૌથી ખરાબ નિર્ણય છે. આનો જવાબ બહુ જ સરળ છે અને હું તમને સમજાઉં છું.’

વધુમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું, ‘જો હું તમારી તમામ માગણીને એક બાજુ કરું તો તમે સુંદરતાનો સોદો પૈસાથી કરવા માગો છો. એટલે કે એક વ્યક્તિ સુંદરતા લે છે અને બીજા પૈસા લે છે. જે બિઝનેસનો એક નિયમ છે. મારા માટે આ સૌથી ખતરનાક સોદો છો, કારણ કે તમારી સુંદરતા ઉંમર થતાં ખોવાઈ જશે, પરંતુ મારા પૈસા કારણ વગર ક્યાંય જવાના નથી. ખરી રીતે તો, મારી કમાણી દર વર્ષે વધશે, પરંતુ તમારી સુંદરતા સમય સાથે ઓછી થતી થશે.’

‘જો ઈકોનિમિક્સ તરીકે જોઉં તો હું એક બહુમૂલ્ય સંપત્તિ ધરાવું છું અને તમે એક અમૂલ્ય સંપત્તિ છો. જો તમારી પાસે આ સંપત્તિ છે તો 10 વર્ષ પછી તમારી વેલ્યૂ ઘટી જશે તો 100 કરોડ કમાનારા વ્યક્તિ મૂર્ખ નહીં હોય કે તમારી સાથે લગ્ન કરે. હા તે માત્ર તમને ડેટ કરી શકે છે. મારી તો તમને એ જ સલાહ છે કે 100 કરોડ કમાતા છોકરાને બદલે તમે પોતે એવું કંઈક કરો કે તમે વર્ષે 100 કરોડની કમાણી કરી શકો. આશા છે કે તમને મારો જવાબ મદદ કરશે.
(નોંધઃ આ પોસ્ટ વાઈરલ થઈ હતી, આ પોસ્ટની ખરાઈ વનગુજરાડોટકોમ કરતું નથી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *