Friday, April 12, 2024
Google search engine
HomeNationalડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવવાના છે ભારત, વ્હાઈટ હાઉસે જાહેર કરી તારીખો: ટ્રમ્પ...

ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવવાના છે ભારત, વ્હાઈટ હાઉસે જાહેર કરી તારીખો: ટ્રમ્પ ગુજરાત આવશે?

નવી દિલ્હી: છેલ્લા કેટલાય દિવસોથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવવાના છે જોકે કોઈ સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી નહોતી. જોકે સોમવારે વ્હાઈટ હાઉસે આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે રહેશે.

ટ્વીટ કરીને વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે ભારત આવશે. આ દરમિયાન અમેરિકા અને ભારતની કૂટનીતિક ભાગીદારી વધુ મજબૂત થશે અને તેનાથી અમેરિકા અને ભારતીય લોકોની વચ્ચે સંબંધ વધુ દમદાર થશે.

ટ્રમ્પ ગુજરાત આવશે?

છેલ્લા કેટલાંય દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સોમવારે વ્હાઈટ હાઉસે તારીખે જાહેર કરી હતી અને 24-25 ફેબ્રુઆરીએ ભારતી મુલાકાતે આવવાના છે. જોકે હવે જોવાનું એ રહ્યું તે ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવે છે નહીં. અમદાવાદના મોઢેરા સ્ટેડિયમનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને તેના આસપાસના વિસ્તારોમાં રાતોરાત રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે તે જોતાં એવું લાગે છે કે, ટ્રમ્પ ગુજરાત આવે તેવી પુરેપુરી સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page