સો.મીડિયામાં પ્રેમ પાંગર્યો ને સગાઈ કરી, અંજામ જોઈ ભલભલાના રૂંવાડા ઊભા થઈ ગયા

આજકાલ અલગ-અલગ પ્રકારની સોશિયલ મીડિયા એપના કારણે લોકો એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા છે. લગ્ન માટે પણ આજકાલ ડઝનબંધ મેટ્રીમોનિયલ સાઈટ્સ છે અને આજકાલ તો સંબંધો પણ ઑનલાઈન બંધાઈ રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા બનતા આ સંબંધો કેટલીકવાર ખતરનાક પણ સાબિત થઈ શકે છે. યૂપીના બસ્તી જિલ્લામાં સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ અને સગાઈ બાદ હત્યાની એક આવી જ કહાની સામે આવી છે.

બસ્તીની રહેવાસી સુનીતા ઈંસ્ટાગ્રામમાં ખૂબજ એક્ટિવ રહેતી હતી. તે નિયમિત વીડિયો અને રીલ્સ બનાવતી રહેતી હતી. સેકડો લોકો તેને મેસેજ પણ કરતા હતા. આ દરમિયાન એક વ્યક્તિ સુનિતાને સતત મેસેજ મોકલતો હતો. જેનું નામ હતું રાકેશ. થોડા જ દિવસોમાં રાકેશની મિત્રતાનો પ્રસ્તાવ સુનીતાએ સ્વિકારી લીધો.

સોશિયલ મીડિયા દ્વારા જ સુનીતાની રાકેશ સાથે મિત્રતા થઈ. બંને ઓનલાઈન જ પ્રેમમાં પડ્યાં. બંનેના પ્રેમને બે વર્ષ થયાં હતાં ત્યાં સુનીતાન અજીવનમાં એક જબરદસ્ત તોફાન આવ્યું. સોનીતાનો પ્રેમ અચાનક નફરતમાં બદલાવા લાગ્યો. સુનીતાના દિલમાં રાકેશ માટે નફરત ઉત્પન્ન થઈ હઈ અને તે રાકેશની હત્યાનું કાવતરું ઘડવા લાગી. એટલું જ નહીં, પ્રેમિકાએ જાતે જ, પોતાના હાથેથી મંગેતરને દર્દનાક મૃત્યુ આપ્યું.

વાસ્તવમાં રાકેશ યૂપીના પ્રતાભગઢનો રહેવાસી હતો. સીઆરપીએફમાંથી વીઆરએસ લઈને રાકેશ એક ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરતો હતો. નવ જાન્યુઆરીએ રાકેશ તેના ઘરેથી લખનઉ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ તે લખનઉ પહોંચ્યો જ નહીં અને સુનીતાને મળવા બસ્તી પહોંચી ગયો.

12 જાન્યુઆરીએ બસ્તીના કલવારી વિસ્તારની પોલીસને એક 40-45 વર્ષના યુવાનની લાશ નહેરમાં મળી હતી. પોલીસે તપાસને આગળ વધારી ત્યારે ખબર પડી કે, મરનાર બીજું કોઈ નહીં, પરંતુ પ્રતાભગઢનો રહેવાસી ટ્રાવેલ એજન્ટ રાકેશ જ હતો. કેસ ખૂબજ ગુંચવાયેલો હતો એટલે તેની તપાસ કલવારીના એસએચઓ આલોક શ્રીવાસ્તવને સોંપવામાં આવી.

પોલીસને રાકેશની મોબાઈલ કૉલ ડીટેલથી ખબર પડી કે, મરતાં પહેલાં તે સતત મંગેતર સુનીતા સાથે વાત કરી રહ્યો હતો. પોલીસે કલવારીની સુનીતા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. પોલીસનો શક ત્યારે પાક્કો થઈ ગયો, જ્યારે સુનીતા પણ તેના ઘરેથી ગાયબ થઈ. પોલીસે ઈલેક્ટ્રોનિક સર્વિલાંસની મદદથી સુનિતાની ચમનગંજથી ધરપકડ કરવામાં આવી.

સુનીતાની ધરપકડ બાદ જે ખુલાસો થયો તે ખૂબજ ચોંકાવનારો છે. સુનીતાની કડકાઈથી પૂછપરછ કરતાં ખબર પડી કે, રાકેશની હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તેની જ મંગેતર સુનીતાએ કરી હતી. સુનીતા સાથે હત્યામાં તેના પ્રેમી પિંટુ પાંડે અને પિતા વિનોદ પણ સામેલ હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, સુનીતાની મુલાકાત સોશિયલ મીડિયા મારફતે રાકેશ સાથે થઈ હતી. ત્યારબાદ બંની હળવા-મળવાનું શરૂ કર્યું. રાકેશ ઘણીવાર સુનીતાના ઘરે આવતો હતો અને બંનેની સગાઈ પણ કરવામાં આવી. રાકેશે સુનીતાને જણાવ્યું હતું કે, તે સપ્લાય વિભાગમાં ઈંસ્પેક્ટર છે.

સુનીતા રાકેશની સાથે-સાથે ગામમાં જ રહેતા એક યુવાન પિંટુ પાંડેને પણ પ્રેમ કરતી હતી. તાજેતરમાં જ સુનીતાને જાણવા મળ્યું કે, રાકેશ પરિણીત છે અને તેણે આ વાત સુનીતાને નહોંતી જણાવી. સુનીતાને જાણવા મળ્યું કે, રાકેશની પત્ની અને બાળકો કોલકાતામાં રહેતાં હતાં. એક દિવસ સુનીતા અચાનક કોલકાતા પણ પહોંચી ગઈ અને તેનો શક પણ વિશ્વાસમાં ફેરવાઈ ગયો.

કોલકાતા પહોંચતાં સુનીતાને ખબર પડીને રાકેશની પત્ની અને બે બાળકો અહીં ભાડાના મકાનમાં રહે છે. પહેલાં તો રાહેશ સુનીતાને આરટીજીએસ મારફતે પૈસા મોકલતો હતો, પરંતુ રાકેશના લગ્નના ખુલાસો થતાં જ રાકેશે પૈસા મોકલવાના પણ બંધ કરી દીધા હતા.

હવે સુનીતાના મનમાં એક વાત જ ડંખી રહી હતી કે, રાકેશે તેને દગો આપ્યો. આ જ કારણે તેણે રાકેશ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. સુનીતા રાકેશને સબક શીખવાડવા ઈચ્છતી હતી. બદલાની ભાવનામાં મળી રહેલ સુનીતાએ રાકેશ પાસે 2 લાખ 85 હજાર રૂપિયા માંગ્યા. રાકેશે સુનીતાને કહ્યું કે, પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા નથી, એટલે તે કેશ લઈને આવી રહ્યો છે.

10 જાન્યુઆરીએ લગભગ રાત્રે 8 વાગે રાકેશ સુનીતાને મળવા બઘૌડાના કલવારીમાં બગીચામાં પહોંચ્યો. રાકેશ ત્યાં એકલો જ હતો. તેને કોઈ જ કાવતરાની ખબર નહોંતી. આ સમયે સુનીતાએ રાકેશને પોતાની વાતોમાં ગુંચવ્યો અને આ જ સમયે બગીચામાં પાછળતી સુનીતાનો પ્રેમી અને પિતા પહોંચ્યા.

બંનેએ પાછળથી રાકેશના ગળામાં દોરડું વીંટ્યું અને ગળું દબાવ્યું. પિંટુ પાંડેયે રાકેશનો હાથ પકડ્યો હતો અને સુનીતાએ બંને પગ પકડ્યા હતા. ગળાને દબાવતાં થોડી જ વારમાં બગીચામાં જ રાકેશ તડપી-તડપીને મૃત્યુ પામ્યો.

હત્યા બાદ સુનીતા તો ઘરે જતી રહી. તેના પિતા વિનોદ અને તેના બીજા પ્રેમી પિંટૂએ સામે મળીને રાકેશની લાશને બાઈક પર મૂકી અને થોડે દૂર નહેરમાં શબને ફેંકી દીધું. સુનીતાની ધરપકડ બાદ પોલીસે આરોપી વિનોદ અને પિન્ટૂની આગૌના વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીઓના વિસ્તારમાંથી જ શબને ઠેકાણે પાડવા માટે ઉપયોગમાં લેવાયેલ બાઈક અને બે એટીએમ કાર્ડને જપ્ત કરવામાં આવ્યાં છે.

Similar Posts