Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalલગ્નનો પ્રસંગ મામતમાં ફેરવાયો, પરિવારે નાની દીકરી સાથે લગ્ન કરાવી પ્રસંગ સાચવી...

લગ્નનો પ્રસંગ મામતમાં ફેરવાયો, પરિવારે નાની દીકરી સાથે લગ્ન કરાવી પ્રસંગ સાચવી લીધો

ઉત્તર પ્રદેશના ઇટાવામાં લગ્નનો પ્રસંગ મામતમાં ફેરવાઈ ગયાની ઘટના સામે આવી છે. અહીં ચાલુ લગ્નમાં દુલ્હનનું મોત થયું હતું. લગ્નની વિધિ પુરી થવાની હતી ત્યારે અચાનક ફેરા પહેલાં દુલ્હનને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું.

આ શૉકિંગ ઘટના ઇટાવાના ભરથના વિસ્તારની છે. અહીં સમસપુર ગામમાં યોજાયેલાં લગ્નમાં માતમ છવાઈ ગયો હતો. દુલ્હન પક્ષના મહેશ ચંદે જણાવ્યું કે, ‘‘મંગળવારે 25 મેએ તેમની બહેન સુરભીના લગ્ન મંજેશ ગ્રામ નાવલી ચિતભવન સાથે ધૂમધામથી થઈ રહ્યા હતાં. જાનનું કન્યાપક્ષે સ્વાગત કર્યું અને પછી લગ્નની વિધિ શરૂ કરાઈ હતી.’’

રાતે લગભગ સાડા આઠ વાગ્યે વરમાળા, માંગ ભરાઈ સહિત અન્ય વિધિ પુરી થઈ ગઈ હતી, સાત ફેરા ફરવા માટે દુલ્હા-દુલ્હન તૈયાર હતાં. આ દરમિયાન લગભગ અઢી વાગ્યે દુલ્હ અચાનક બેભાન થઈ ગઈ અને ઘરનાં દરેક લોકો સ્તબ્ધ થઈ ગયાં.’’

‘‘તાત્કાલિક પરિજનો દુલ્હનને ગામના એક ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયાં. ડૉક્ટરે તપાસીને કહ્યું, દુલ્હનનું હાર્ટ એટેકને લીધે મોત થયું છે. આ પછી બંને પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.’’

લગ્ન સમારંભમાં હાજર સંબંધી અને દુલ્હા પક્ષના લોકોની સહમતિથી મૃતકની નાની બહેનને દુલ્હન બનાવી અને દુલ્હા સાથે તેના લગ્ન કરાવ્યા. જોકે, આ દરમિયાન મૃતકનો મૃતદેહ ઘરના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. વિદાય પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? Dive into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page