સંબંધોને લજવતો કિસ્સો, દિયરે વિધવા ભાભી સાથે ન કરવાનું કરી નાખ્યું

મોબાઇલ ઘણીવાર પરિવાર માટે મુશ્કેલીરૂપ બની જાય છે. હાલમાં જ એક પરિવારમાં મહિલા મોબાઇલ પર વાત કરતી હતી. પોતાની ભાભીને આ રીતે મોબાઇલ પર વાત કરતાં જોઈને દિયરને ગુસ્સો આવ્યો હતો. દિયરે એવું ખૌફનાક પગલું ભર્યું કે એક હસતો રમતો પરિવાર વેર વિખેર થઈ ગયો હતો.

શું હતી ઘટનાઃ આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છે. ભાભીને ફોન પર વાત કરતાં જોઈને દિયરે હથોડો મારીને હત્યા કરી નાખી હતી. મૃત મહિલાના પતિનું 11 મહિના પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. બંનેને ત્રણ બાળકો છે.

પોલીસે ધરપકડ કરીઃ પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. પૂછપરછમાં તેણે કહ્યું હતું કે તે રાત્રે તેની ભાભી ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી હતી. આ વ્યક્તિ ઘરમાં કોઈને ગમતો નથી. ભાભીને વારંવાર આ અંગે સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ તેમણે કોઈની વાત ના સાંભળી. આ વાત અંગે ઘરમાં ઘણીવાર ઝઘડો થતો હતો. દિયરને શંકા હતી કે ભાભીનું તે વ્યક્તિ સાથે અફેર હતું. મોડી રાત્રે એક વાગે આરોપી હથોડો લઈને આવ્યો અને ભાભીના રૂમમાં સંતાઈ ગયો હતો. તેણે માથા ને ચહેરા પર અનેક વાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મૃતક મહિલા ટ્વિંકલના લગ્ન 2017માં ગૌરવ સાથે થયા હતા. 11 મહિના પહેલાં ગૌરવ મુરાદનગરમાં અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. પતિના મોત બાદ ટ્વિંકલ 3 બાળકો સાથે સાસરે જ રહેતી હતી.

ભાઈ ગૌરવના મોત બાદથી દિયર સતત ભાભીને શંકાની નજરે જોતો હતો. ભાભી કોઈની સાથે વાત કરે છે. પોલીસને ઘટનામાં જે હથોડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે જપ્ત કર્યો છે. પોલીસ ઇન્શ્યોરન્સના એંગલથી પણ તપાસ કરી રહી છે.

Similar Posts