એક અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. અહીં પુનર્જન્મની ઘટના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રમોદ કુમાર નામના વ્યક્તિને ત્યારે નવાઈ લાગી જ્યારે 8 વર્ષીય બાળક તેમને પિતા કહીને બોલાવવા લાગ્યો. વાતચીતમાં ખબર પડી કે તે કોઈ બીજું નહીં, પરંતુ આઠ વર્ષ પહેલાં નહેરમાં ડૂબીને મરી ગયેલો તેમનો 13 વર્ષીય દીકરો છે. આ દીકરાનો પુનર્જન્મ છ કિમી દૂર થયો છે. પિતા-દીકરાનું મિલન જોઈને તમામની આંખો ભીની થઈ ગઈ હતી.
ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં પુનર્જન્મનો આ કિસ્સો સામે આવ્યો છે. પ્રમોદ કુમાર નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે 8 વર્ષ પહેલાં તેમનો દીકરો 13 વર્ષનો હતો. તેનું નામ રોહિત હતું. તેનું નહેરમાં ડૂબીને મોત થયું હતું. 4 મે, 2013ના રોજ ઘરેથી નહેરમાં ન્હાવા ગયો હતો. જોકે, તે દિવસે રોહિત નહેરમાંથી જીવતો નહીં, પરંતુ મરેલો બહાર આવ્યો હતો. રોહિતના મોત બાદ મા-બાપ દીકરીના સહારે જીવન જીવતા હતા.
8 વર્ષના દીકરાએ બતાવી સચ્ચાઈઃ 8 વર્ષના ચંદ્રવીરનું ગામ પ્રમોદના ગામથી માત્ર 6 કિમી દૂર છે. તે નગલા અમરસિંહ ગામમાં રામનરેશના ઘરે 8 વર્ષ પહેલા થયો હતો. તે જેમ જેમ મોટો થતો હોય તેમ તેમ તેને ગયા જન્મની વાતો યાદ આવવા લાગી હતી. તેણે પહેલાં પોતાના માતા-પિતાને આ વાત કહી હતી. જોકે, પરિવારના સભ્યો તેને પ્રમોદના ઘરે લઈને ગયા નહોતો. જ્યારે તેણે જૂના ઘરે જવાની જિદ કરી તો તેના પિતા તેને પ્રમોદના ત્યાં લઈને આવ્યા હતા.
પિતાને પૂરી ઘટના કહી, માતાને ભેટીને પ્રેમ કર્યોઃ પ્રમોદ સિંહે જ્યારે ચંદ્રવીરના મોંએથી પિતા શબ્દ સાંભળ્યો ત્યારે તે ચમકી ગયા હતા. ચંદ્રવીરની પુનર્જન્મની વાત પર પહેલાં તેમને વિશ્વાસ થયો નહોતો. પછી બાળકે પોતાનું મોત કેવી રીતે થયું, તે કહી સંભળાવી હતી. ત્યારબાદ તેણે અનેક જૂની વાતો કહી હતી.
ત્યારબાદ પ્રમોદને વિશ્વાસ થયો હતો. ત્યારબાદ ચંદ્રવીર પોતાની માતા ને બહેનને મળ્યો હતો. જોકે, પ્રમોદે કહ્યું હતું કે તેમને આનંદ છે, પરંતુ તે બીજાની અમાનત છે. માતા તથા બહેન ઘણાં જ ખુશ થયા હતા. બંનેની આંખોમાંથી હરખના આંસુ સરી પડ્યા હતા.
ટીચરને ઓળખી લીધાઃ ચંદ્રવીર પોતાના પરિવારને મળતો હતો ત્યારે સ્કૂલના આચાર્ય સુભાષ યાદવ આવ્યા હતા. ચંદ્રવીરે તેમને પણ ઓળખી લીધા હતા. તે ચંદ્રવીરને સ્કૂલે લઈ ગયા હતા. અહીંયા ચંદ્રવીરે પોતાના ક્લાસ અંગે કહ્યું હતું કે આચાર્ય ગણિત ભણવાતા હતા તેમ પણ જણાવ્યું હતું. ચંદ્રવીરે કહ્યું હતું કે તેને બધી જ વાતો યાદ છે અને તે બંને પરિવાર સાથે રહેવા માગે છે.
ડરને કારણે પરિવાર લઈને નહોતો આવતોઃ ચંદ્રવીરના પિતા રામશરણે કહ્યું હતું જ્યારે દીકરો મોટો થયો ત્યારે તેણે પુનર્જન્મની વાત કહી હતી. તે અવારનવાર જૂના પરિવારની પાસે જવાની જિદ કરતો હતો. ચંદ્રવીરની માતાએ કહ્યું હતું કે તેઓ ડરને કારણે ત્યાં જતા નહોતો. તેમને ડર હતો કે તે જૂના પરિવાર પાસે જશે તો ત્યાં જ રહી જશે. જોકે, હવે ચંદ્રવીર જૂના પરિવારને મળતો રહેશે. હવે તે બંને પરિવાર સાથે ખુશ છે.