|

11 વર્ષના બાળકે દાવાઓની આ રીતે કાઢી નાંખી હવા: આ સાચી માહિતી બધા સાથે શેર કરો

દેશભરમાં કોરોના વેક્સિનને લઈને સનસનાટીભર્યા દાવાઓ અને અફવા ફેલાવાઈ રહી છે. કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થતી હોવાના અનેક દાવાઓ સામે આવી રહ્યા છે. આ અંગે સોશ્યલ મીડિયામાં અમુક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં વેક્સિનનો ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ઉદયપુરના નરોત્તમ ગૌડ અને તેના 11 વર્ષના દીકરા યશે વેક્સિનેશન અંગે ખોટા દાવાઓની પોલ ખોલી નાંખી છે.

બાળકોને હજુ સુધી વેક્સીન આપવામાં આવી નથી પરંતુ તેની અંદર ચુંબકીય શક્તિ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આનાથી સ્પષ્ટ છે કે, વેક્સીનના કારણે આવું થઈ રહ્યું નથી. ડોક્ટર્સનું કહેવું છે કે, વેક્સીનને લઈને આ તોફાની તત્વોની વિરોધાભાસ સિવાય કંઈ નથી. તેમનું કહેવું છે કે, શરીરમાં ફોરેન બોડી હોવાને કારણે આવુ થઈ શકે છે, પરંતુ આ લાખોમાંથી અમુક લોકોને જ હોય છે. ગરમીમાં પરસેવાથી ચોંટી જવું આ પણ એક કારણ છે.

ઉદયપુરના ઘોલી બાવડી વિસ્તારના રહેવાસી નરોત્તમ ગૌડે જણાવ્યું કે, મેં કોરોનાની વેક્સીન લઈ ચૂક્યો હતો. એવામાં સોશિયલ મીડિયા પર વેક્સીન લગાવ્યા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થતી હોવાની ખબર ચાલી રહી હતી. જેને જોઈને હું પણ મારા શરી પર પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાર બાદ હું ઘરમાં સાચવી રાખેલા સિક્કા અને ચમચીઓ મારા શરીર પર મુકી જે ચોંટી ગઈ હતી. જે જોવા હું ચોંકી ગયો હતો. મને વિશ્વાસ ન થયો કે આવું કોરોના વેક્સીનને કારણે થયું છે.

એવામાં પોતાના મનની શંકા દૂર કરવા માટે નરોત્તમે પોતાના 11 વર્ષના પુત્ર યશની મદદ લીધી. તેણે પોતાના શરૂર પર ઘાતુઓને ચોંટાડવાનો પ્રયોગ શરૂ કર્યો. ત્યાર બાદ યશના શરીર પર પણ સિક્કા અને ચમચીઓ ચોંટી ગઈ હતી. જેને જોઈને નરોત્તમભાઈના પરિવારજનો પણ હેરાન થઈ ગયા હતાં કારણ કે યશે હજુ સુધી કોરોનાની વેક્સીન લીધી નથી.

એવામાં વેક્સીન વગર પણ શરીર પર ચુંબકીય પ્રભાવ જોઈને પરિવારજનો હેરાન થઈ ગયા હતા. ત્યાર બાદ નરોત્તમ ભાઈએ કહ્યું હતું કે, આ કમાલ વેક્સીનનો નહીં પરંતુ અમારા શરીરની કોઈ કોશિકા અથવા ખાણીપીણીનો છે. જેને લઈને સમગ્ર દેશમાં જે અફવાઓ ચાલી રહી છે તે સંપૂર્ણ રીતે ખોટી છે અને ભ્રમક છે. કોરોના સામે લડવા માટે વેક્સીન એકમાત્ર ઉપાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.