Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratસેક્સ ચેન્જ કરાવી વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા, પણ લીંગનું ઓપરેશન ફેઇલ...

સેક્સ ચેન્જ કરાવી વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા, પણ લીંગનું ઓપરેશન ફેઇલ ગયું

સ્ત્રીમાંથી પુરૂષ બનીને વડોદરાની યુવતી સાથે લગ્ન કરીને જિંદગી બરબાદ કરનાર દિલ્હીના ડો. વિરાજ ઉર્ફ વિજેયતાને ગોત્રી પોલીસ દિલ્હીથી લઇ આવી છે. બાદમાં તેનો કોરોના ટેસ્ટ તેમજ તેની જાતીય તપાસ માટેની કાર્યવાહી કરી હતી. જાતીય તપાસમાં ડો. વિરાજ છોકરી હોવાનું બહાર આવ્યું છે. તેણીએ સ્ત્રીમાંથી પુરૂષ બનવા માટે કરાવેલું ઓપરેશન નિષ્ફળ ગયું છે. તેના ગુપ્તાંગમાં લિંગ લગાવેલું છે. પરંતુ, આ લિંગ શો પીસ સમાન છે. માત્ર સાથડની ચામડી લગાવીને લિંગ બનાવેલું છે. લિંગની ઉત્તેજના માટે એક ઓપરેશન બાકી છે. ઓપરેશનમાં વિરાજને અત્યાર સુધી 25 લાખનો ખર્ચ થયો હતો હજુ પણ તેને લઘુશંકા નીચે બેસીને કરવી પડે છે.

આરોપીનો કોરોના અને જાતીય ટેસ્ટ કરાયો
આરોપીની દિલ્હીથી ધરપકડ કરીને લાવનાર ગોત્રી પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એસ. પટેલીયાએ જણાવ્યું હતું કે, આજે આરોપી ડો. વિરાજ ઉર્ફ વિજેયતાનો કોરોના ટેસ્ટ તેમજ તેની જાતીય તપાસ કરાવવામાં આવી હતી. જાતીય તપાસમાં તે જન્મજાત છોકરી હોવાનું બહાર આવ્યું છે. તેને સ્ત્રીમાંથી પુરૂષ બનવા માટે ઓપરેશન કરાવ્યું છે. પરંતુ, પમ્પ મુકવાનું બાકી રહી ગયું હોવાથી તેના ગુપ્તાંગમાં મુકેલું નિસ્કામ છે. આવતી કાલે તા. 17ના રોજ તેના રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે.

S.Y.BSCથી છોકરાનો અહેસાસ થયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડો. વિરાજ ઉર્ફ વિજેયતા જન્મજાત છોકરી છે. તે S.Y.BSCમાં આવ્યો ત્યારે તેને પોતાને એવું લાગ્યું કે, તે સ્ત્રી નહીં પરંતુ, પુરૂષ છે. તે બાદ તેણે હોર્મોન્સના ઇન્જેક્શન લીધા હતા. ત્યારબાદ દાઢી મૂછ આવવા લાગ્યા હતા. અવાજ પણ બદલાઇ ગયો હતો. તે દરમિયાન તેને પોતાના બ્રેસ્ટ પણ કઢાવી નાંખ્યા હતા. ત્યાર પછી તે રશિયા ગયો હતો. રશિયામાં પણ તેને હોર્મોન્સ ચેન્જ માટે ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યું હતું. તે સમયે તે વિજેયતા નામે જ રશિયા ગયો હતો. રશિયાથી પરત આવ્યા બાદ ટી.વાય. પૂરું કર્યું હતું. અને પુનઃ MBBS કરવા માટે રશિયા ગયો હતો. ત્યારે તે વિરાજ નામે ગયો હતો. માત્ર તેનું લિંગ કરાવવાનું બાકી રહ્યું હતું.

લિંગ પ્લાન્ટ કરાવવાનું બાકી હતું
વર્ષ-2005માં તેને પ્રથમ વિરાજના નામનું લાયસન્સ કઢાવ્યું હતું. અને તેના ઉપરથી આધારકાર્ડ, પાસપોર્ટ કઢાવ્યો હતો. દરમિયાન તે અર્ચના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એકજ વર્ષમાં છૂટા પડી ગયા હતા. વિરાજ ઉર્ફ વિજેયતાથી છોકરીઓ વગર રહેવાતું ન હતું. આથી તે લગ્નની સાઇટો ઉપર ચેટ કર્યા કરતો હતો. જેમાં તેનો વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, લિંગ નાંખવાનું બાકી હોવાથી વડોદરાની યુવતી સાથે સેક્સ માણતો ન હતો. પરંતુ, તે વડોદરાની યુવતીને જણાવતો હતો કે, હું રશિયા ગયો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં મારું લિંગ નાનું થઇ ગયું છે. મારે ઓપરેશન કરાવવાનું છે. તેવું બહાનું કાઢી વડોદરાની યુવતી સાથે સેક્સ માણતો ન હતો.

સાથડમાંની ચામડી કાઢી લિંગ બનાવીને નાંખ્યું
પી.એસ.આઇ. એમ.એસ. પટેલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન મારું શરીર વધી ગયું છે. મારે ઓપરેશન કરાવવા માટે કોલકાતા જવાનું છે. તેમ વડોદરાની યુવતીને જણાવી કોલકોતા ગયો હતો. અને કોલકાતામાં સાથડની ચામડીના ડોક્ટરે લિંગ બનાવી આપ્યું હતું. આ ચામડીનું લિંગ બનાવ્યા બાદ દિલ્હી પરત આવ્યો હતો. લિંગ લગાવ્યા બાદ તેને વાસના ભભૂકતા વડોદરાની યુવતી સાથે વિકૃત હરકતો કરવા લાગ્યો હતો. પરંતું, વડોદરાની યુવતી સાથે સંતોષ ન મળતા તેને સેક્સ વર્કર સાથે પોતાની વાસના સંતોષવા જતો હતો.

લિંગમાં પમ્પ નાંખવાનું ઓપરેશન બાકી
તેમણે ઉમેર્યું કે, કોલકાતાથી લિંગ નંખાવ્યા બાદ પમ્પ નાંખવાનો હોય છે. પરંતુ, તે દિલ્હી આવી ગયા બાદ અને વડોદરાની યુવતી સાથે ઝઘડાઓ શરૂ થયા બાદ પમ્પ નાંખવાનો બાકી રહ્યો હતો. આથી તેનું લિંગનું ઓપરેશન નિષ્ફળ ગયું છે. માત્ર તેની સાથડની ચામડીથી બનાવેલું લિંગ લટકેલું છે. તેને લઘુશંકા પણ બેસીને કરવી પડે છે. આવતી કાલે ડો. વિરાજ ઉર્ફ વિજેયતાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.

હા હું જન્મજાત છોકરી હતો
દિલ્હીથી ધરપકડ કરીને લવાયેલા ડો. વિરાજ ઉર્ફ વિજેયતાએ જણાવ્યું હતું કે, હું જન્મજાત છોકરી છું. મેં સેક્સ ચેન્જ કરાવી છોકરીમાંથી છોકરો બન્યો છું. આ વાત મારા સામે આક્ષેપ કરનાર પત્નીને ખબર હતી. મેં પોલીસ અધિકારીને પણ જણાવ્યું છે કે, હું પુરૂષ છું. મારા ઉપર લોન લેવાના કરેલા આક્ષેપો તદ્દન ખોટા છે. મારા સામે જે અન્ય આક્ષેપો કરેલા છે તેના વિષે મારી પત્નીને પૂછો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page