Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratઅડધી રાતે નશામાં ‘ટલ્લી’ થઈ વડોદરાની યુવતીએ રોડ પર કર્યો તમાશો, લોકો...

અડધી રાતે નશામાં ‘ટલ્લી’ થઈ વડોદરાની યુવતીએ રોડ પર કર્યો તમાશો, લોકો જોવા ચડ્યા

દારૂના નશામાં ચકચૂર યુવતીએ વડોદરામાં મોડીરાત્રે તમાશો કર્યો હતો. વાહન ચેકિંગ માટે પોલીસે રોકતા મોના હિંગુ નામની મહિલાએ રિતસરનો તમાશો કર્યો હતો. ઉપરાંત પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ કરી હતી અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. યુવતીએ પોલીસને કહ્યું મારો વીડિયો ઉતારી લો ને થાય તે કરી લો. પોલીસે આ યુવતી વિરૂદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગઈકાલે રાત્રે વડોદરાના ગોત્રી ગોકુળ નગર પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસની ટીમે એક કારને ચેકિંગ માટે રોકી હતી. દરમિયાન કારચાલક યુવતી પોલીસ સાથે માથાકુટ કરવા લાગી હતી. ટીમે કાર ચેકિંગ કરવાનું કહેતા યુવતી ઉશ્કેરાઈ હતી, તે કારમાંથી નીચે ઉતરીને પોલીસ સાથે ધક્કામુક્કી કરવા લાગી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુવતીને સમજાવવા છતાં યુવતી પોલીસકર્મચારીઓને અપશબ્દો બોલી રહી હતી. યુવતીએ ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીને લાફો માર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

વીડિયોમાં યુવતી દારૂના ચિક્કાર નશામાં હોય તેવું લાગી રહ્યું છે. તે પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ રહી છે. જ્યારે પોલીસકર્મીઓ સતત તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવતી નશાની હાલતમાં પોલીસકર્મચારીઓને અપશબ્દો બોલી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહામહેનતે મહિલા પોલીસની ટીમ નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડે છે. હાલ ગોત્રી પોલીસે મોના હિંગુ નામની યુવતી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીએ દારૃનો નશો કર્યો હોવાથી પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરી 41 વર્ષની મોના ચંદ્રકાંતભાઇ હિંગુની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેને ગાડીમાંથી બહાર આવવા કહ્યું ત્યારે તેણે પોતાના મોબાઇલ ફોનથી વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યુ હતું. અને પોલીસને કાયદો બતાવતા કહેતી હતી કે, તમે છ વાગ્યા પછી લેડિઝને કઇ રીતે પકડી શકો ? છેવટે પોલીસે તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. ત્યારબાદ પણ તેણે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. ગાડીની બહાર આવીને તેણે પોલીસ સાથે હાથાપાઈ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page