યૂક્રેનમાં ફસાયેલી ગુજરાતની દીકરીનો દ્રાવક વીડિયો જોઈ તમામની આંખમાંથી આંસુ આવી જશે

વડોદરા : રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની ભયાનક તસવીરો સામે આવી રહી છે. યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફસાયા છે જેમાં વડોદરાના મકરપુરા વિસ્તારની કોમલ રાવલનો પણ સમાવેશ થાય છે. કોમલે આજે વીડિયો બનાવીને મોકલતા ત્યાની ભયંકરતા અને કોમલની લાચારીનો ખયાલ આવી રહ્યો છે. કોમલનો હૃદયદ્રાવક વીડિયો જોઇને ભલભલાની આંખમાંથી આંસુ પડી રહ્યા છે.

વીડિયોમાં કોમલ રડી રહી છે અને ડુસકા ખાતા ખાતા કહી રહી છે કે ‘એકચ્યૂલી સિચ્યૂએશન ખુબ ખરાબ છે, ટેન્શન ના લેશો અમે સર્વાઈવ કરીએ જ છીએ. મારા બધાં ફ્રેન્ડઝ જતાં રહ્યા છે. હું અત્યાર સુધી સ્ટ્રોંગ હતી હવે સ્ટ્રોંગ નહીં રહેવાતું. અબ સર્વાઇવ કરના બહોત કઠીન હો રહા હૈ ક્યું કી બહોત ક્રિટિકલ સિચ્યૂએશન હે યહાં પે. રશિયન આર્મી આ ચૂકી હે યહાં. આજે રાત્રે શું થશે ખબર નથી. મને પોતાને ખબર નથી કે આ મારો લાસ્ટ વીડિયો છે… યા કલ કા સુરજ મે દેખ પાઉંગી. જો ભી હૈ મેરે જીતને ભી ફ્રેન્ડઝ હૈ બહોત લવ કરતી હું મીસ યુ.’

કોમલના આંખમાંથી સતત આંસુ વહી રહ્યા છે અને વધુમાં કહે છે કે ‘કુછ ભી હો જ્યાદા ટેન્શન મત લેના,મે યહાં પે ઓકે હું મૈને અબ તક સર્વાઇવ કર લીયા હૈ નેક્સ્ટ સર્વાઇવ કર લુંગી. મે બહાર ઇસ લીયે નીકલ નહી રહી હું કે બહોત સારે સ્ટૂડન્ટ્સ હૈ જો બહાર ઓલ રેડી ફસ ચૂકે હે બહોત ક્રિટિકલ સિચ્યૂએશન હૈ… ઇતની ઠંડી હૈ… ના ખાના… ના પીના ઇસ લીયે મે અપને એપાર્ટમેન્ટ મે હું. મે મેરે ફ્રેન્ડઝ કો રિક્વેસ્ટ કરતી હું કી વો લોગ બહાર ના નીકલે. વો લોગ સોચતે હૈ બહાર જા કે ઇઝીલી બોર્ડર ક્રોસ કર લેંગે લેકીન એસા નહી હોતા હૈ’.

ઉલ્લેખનિય છે કે મકરપુરા વિસ્તારમાં રહેતી કોમલ રાવલ ચાર મહિના પહેલા જ એમબીબીએસનો અભ્યાસ કરવા માટે યુક્રેનના કીવ ખાતે પહોંચી હતી. આ દરમિયાન રશિયાએ યુક્રેન પર હૂમલો કરી દેતા ત્યાની સ્થિતિ એ હદે ખરાબ થઇ છે કે લોકોના મનમાં ડર છે કે કાલનો દિવસ જોઇ શકીશુ કે નહી.

26 ફેબ્રુઆરી શનિવારે સાંજની સ્થિતિનું વર્ણન કરતા કોમલ રાવલ કહે છે કે, ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરીએ છીએ તો એવો જવાબ મળે છે કે થશે. હું હાલમાં કીવ લવીવ વિસ્તારમાં છું અને અહીં રશિયન આર્મી આવી ચુકી છે. દર 15 મિનિટે મિસાઇલ અથવા તો બોમ્બના ધડાકા સંભળા છે. મારા ઘરથી સેલ્ટર 5 મિનિટ દૂર છે અને સ્થાનિક યુક્રેનવાસીઓ મને ત્યાં આવવા માટે કહી રહ્યા છે. યુક્રેન સરકારે તેમના નાગરીકોના હાથમાં એકે-47 રાઈફલો આપી દીધી છે અને યુદ્ધમાં જોડાવા એલાન કર્યું છે.

અહીની સ્થાનિક ભાષા રશિયન છે મને અંગ્રેજી આવડે છે અહીંના લોકો સાથે સંવાદ કરવામાં પણ તકલીફ થઈ રહી છે. મારી પાસે જામ લગાડેલી બ્રેડ અને પાણીની બોટલ જ બચી છે. હાલમાં તીવ્ર ઠંડી છે તાપમાન માત્ર 3 ડિગ્રી છે. રશિયન આર્મી અમારા શેલ્ટરથી બે કિ.મી. દૂર છે. ઇન્ડિયન ગર્વન્મેન્ટને મારી રિક્વેસ્ટ છે કે બોર્ડર સુધી જવાની હવે અમારામાં હિમ્મત કે તાકાત રહી નથી એટલે કીવમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરીને અમને અહીંથી બચાવે.

Similar Posts