Friday, April 19, 2024
Google search engine
HomeGujaratવડોદરામાં શહીદ જવાનની નીકળી અંતિમ યાત્રા, હજારોની સંખ્યામાં લોકો જોડાયા

વડોદરામાં શહીદ જવાનની નીકળી અંતિમ યાત્રા, હજારોની સંખ્યામાં લોકો જોડાયા

વડોદરા: જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા મહંમદ આરીફના નશ્વરદેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાં હજારો લોકો લોકો જોડાયા હતાં. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા.

આજે આરીફના નશ્વરદેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. બપોરે 2 વાગ્યે સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ વીર શહીદની અંતિમ યાત્રા નીકળી હતી.

શહીદ આરીફનો મૃતદેહ વડોદરા આવતાં પરિવારજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. પોતાના વ્હાલસોયા દીકરાને યાદ કરતાં તેમની માતાએ જણાવ્યું હતું કે, રમઝાનના બે-ત્રણ દિવસ પહેલાં જ તે વડોદરા આવ્યો હતો. ત્યારે જતી વખતે જ મેં તેને કહ્યું હતું કે, લલ્લાં મને બહું ડર લાગે છે ત્યાં તો આવાં હુમલાઓ થતાં જ હોય છે.

તે દરમિયાન તેણે કહ્યું હતું કે, ચિંતા ના કર મા, દેશ માટે શહીદ થાય તે સીધો જન્નતી થઈ જાય છે અને મારાં જેવાં હજારો દીકરાઓ પોતાના માતા અને પરિવાર છોડીને ભારત માતાની રક્ષા કરવા ત્યાં હાજર છે એટલે જ તું અહીં સુરક્ષિત બેઠી છે.

તે દરમિયાન તેણે કહ્યું હતું કે, ચિંતા ના કર મા, દેશ માટે શહીદ થાય તે સીધો જન્નતી થઈ જાય છે અને મારાં જેવાં હજારો દીકરાઓ પોતાના માતા અને પરિવાર છોડીને ભારત માતાની રક્ષા કરવા ત્યાં હાજર છે એટલે જ તું અહીં સુરક્ષિત બેઠી છે.

પોતાના વ્હાલાં ભાઈ આરીફના અંતિમ શબ્દો યાદ કરતાં તેમની બહેને જણાવ્યું હતું કે, આરીફ તેની બહેનો અને ભાણા અને ભાણીયાઓને ખૂબ પ્રેમ કરતો હતો. રમઝાનના પહેલાં-પહેલાં તે અમને 10 હજાર રૂપિયા ઈદી પણ આપીને ગયો હતો. પરંતુ અમને ક્યાં ખબર હતી કે આ આરીફે આપેલી છેલ્લી ઈદી હશે.

આરીફને બાળપણથી જ દેશ માટે કંઈ કરવાનું જુનન હતું. તે સવારે જાતે દુધ ગરમ કરીને પી લેતો અને દોડવા નીકળી જતો. મારાં માસીના દીકરાઓએ પણ તેની સાથે આર્મીની પરીક્ષા આપી હતી, પરંતુ તે બધાં રિજેક્ટ થતાં પાછાં આવી ગયાં હતા. પરંતુ મારો ભાઈ પ્રથમવારમાં જ આર્મીમાં પસંદગી પામ્યો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this casino platform and won a considerable sum of money, but later, my mother fell sick, and I needed to cash out some earnings from my casino account. Unfortunately, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to the online casino. I request for your help in lodging a complaint against this website. Please help me to achieve justice, so that others won’t have to face the suffering I am going through today, and stop them from crying tears like mine. ????

  2. I engaged on this casino platform and managed a significant sum of money, but later, my mother fell sick, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I implore for your help in reporting this site. Please assist me to achieve justice, so that others do not face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page