વૈશાલી હત્યા કેસમાં વલસાડ પોલીસને મળી વધુ એક સફળતા

વલસાડની સિંગર વૈશાલી બલસારા પાસેથી કાપડની દુકાનની સંચાલિકા બબીતા કૌશિકે ધંધામાં માલ સામાન ભરવા અને દુકાન માટે વૈશાલી પાસેથી રૂ. 20 લાખ વ્યાજે 6 મહીનપહેલ લીધા હતા. તે રૂપિયાનું વ્યાજ કે મુદ્દલ બબીતા આપતી ન હોવાથી વૈશાળીએ 27 સપ્ટેમ્બર સુધીમાં વ્યાજની રકમની માંગણી કરી હતી. જેથી બબીતાએ કોન્ટ્રાક્ટ કિલર બોલાવી વૈશાલીની હત્યા કરવી હતી. વલસાડ પોલીસે હત્યાનું ષડયંત્ર રચનાર બબીતાની ધરપકડ કર્યા બાદ પંજાબથી ત્રિલોકસિંગની ધરપકડ કરી હતી. આજ રોજ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. વૈશાલીની હત્યા કેસનો મુખ્ય હત્યારો સુખવિન્દર ઉર્ફે ઇલુ ઉર્ફે સુખાભાટીની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડ તાલુકાની સિંગર વૈશાલી બલસારા પાસેઠો કાપડની દુકાન સંચાલિકા બબીતા કૌશિકે 20 લાખ રૂપિયા લીધા હતા. જે બાદ વૈશાલીએ બબીતા પાસેથી રૂપિયાની માંગણીઓ કરી હતી. તે દરમ્યાન બબીતાએ પંજાબમા રહેતા તેના સોશ્યલ મીડિયા ફ્રેન્ડ સાથે વાત શેર કરી હતી. સોશ્યલ મીડિયા ફ્રેન્ડે વૈશાલી બલસારાની હત્યા કરવાની સોપારીના રૂ. 10 લાખની માંગણી કરી હતી. બબીતાએ રૂ. 8 લાખમાં ડિલ ફાઇનલ કરી હતી. કોન્ટ્રાકટ કિલર ગ્રુપને બબીતાએ 27 ઓગષ્ટના રોજ સવારે વલસાડ ખાતે બોલાવ્યા હતા અને 3 લોકેશન પૈકી પારનેરા ખાતે આવેલા પશુ દવાખાના પાસેના તળાવ કિનારે આરોપીઓએ હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કોન્ટ્રાકટ કિલરે બબીતાની હાજરીમાં વૈશાલીની કારમાં વૈશાળીની નજર ચૂકવી પહેલા ક્લોરોફોર્મ સૂંધાડી બેભાન કર્યા બાદ સ્કાપ વડે વૈશાલીની હત્યા કરી તેની કારમાં લાશને પારડી પાર નદી કિનારે અવારું જગ્યામાં લાશ મૂકી ગયા હતા. તે કેસમાં વલસાડ LCB, SOG, પારડી પોલીસ, વલસાડ સીટી અને રૂરલ, તેમજ ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય ટીમો મળી કુલ 8 ટીમો હત્યાનો ભેદ ઉકેલવા ઝીણવટ ભરી તપાસ કરતા હત્યાની મુખ્ય કડી બબીતા પોલીસના હાથ લાગી હતી.

ત્યાર બાદ વલસાડ LCB અને પારડી પોલીસની ટીમને લુધિયાના પાસેથી ત્રિલોકસિંગની ધરપકડ કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી બબીતાના સંપર્કમાં આવેલા સુખવિન્દર ઉર્ફે ઇલુ ઉર્ફે સુખાભાટીની વલસાડ LCB અને પારડી પોલીસે ધરપકડ કરી હતી. પારડી પોલીસની ટીમ બબીતાના વધુ રિમાન્ડ માટે ફરી રિમાન્ડ અરજી રજુ કરી હતી. બબીતાના વકીલ અયાઝ શેખે ધારદાર દલીલો કરીને બબીતાની વધુ રિમાન્ડ ન મળે તે માટે પ્રયાસો કર્યા હતા.

બબીતાના રિમાન્ડ દરમિયાન પારડી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું. જે ત્રિલોકસિંગ સાથેના રીકન્સ્ટ્રકશનમાં વિસંગતતા હોવાનું પારડી પોલીસે જણાવ્યું હતું. બબીતા વૈશાલીની હત્યા સમયે તેની હાજરી હોવાનું ત્રિલોકસિંગ જણાવી રહ્યો છે. જેને લઈને પારડી પોલીસે બબીતાના ફરધર રિમાન્ડની માંગણી કરી હતી. વલસાડ રેલવે સ્ટેશનના CCTVમાં બબીતા અને ત્રણ કોન્ટ્રાકટ કિલરની હાજરી જોવા મળી હતી. સાથે અતુલ પાર નદી પાસે, અને પારનેરા પશુ દવાખાના પાસેના CCTV માં પણ તમામ આરોપીઓની નોંધનિય હાજરી જોવા મળી રહી છે.

વૈશાલી અને બબીતા છેલ્લા 1 વર્ષ ઉપરણથી એક બીજાના સંપર્કમાં હતા. જે દરમ્યાન બબીતાએ વૈશાલી પાસેથી 20 લાખની માંગણી કરી હતી. જે પરત ન આપવાની નિયત ધરાવતી હત્યારી બબીતાએ મિત્ર વૈશાલીની હત્યા કરીને 2 દીકરીઓના માથા ઉપરથી માતાનો હાથ છીનવી લેવાનું ષડયંત્ર બબીતાએ પ્રેગ્નેસી દરમ્યાન સમગ્ર કાવતરું ઘડીને વૈશાલીની હત્યા કરી હતી.

Similar Posts