Friday, April 12, 2024
Google search engine
HomeNationalએમ્બ્યુલન્સનો જેવો દરવાજો ખોલ્યો કે સામેનું દ્રશ્ય જોઈને પોલીસ પણ શરમાઈ ગઈ

એમ્બ્યુલન્સનો જેવો દરવાજો ખોલ્યો કે સામેનું દ્રશ્ય જોઈને પોલીસ પણ શરમાઈ ગઈ

કોરોનાકાળમાં સમયસર એમ્બ્યુલન્સ ન મળતાં કેટલાય દર્દીના મોત થયાં હતાં એ વાત તો દરેકને ખબર છે. એવામાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં માનવતાને લજાવતી ઘટના સામે આવી છે. અહીં એક એમ્બ્યુલન્સમાં ત્રણ યુવક અને એક યુવતીને પોલીસે એકાંત માણતાં પકડ્યા હતાં. જેની લોકો ખૂબ જ નિંદા કરી રહ્યાં છે.

આ અશ્લીલ ઘટના વારાણસીના રામનગર વિસ્તારની છે. અહીં સુજાબાદમાં ત્રણ યુવક અને એક યુવતી એમ્બ્યુલન્સની અંદર એકાંત માણતાં હતાં. જેમને પોલીસે ઝડપી લીધા હતા અને એમ્બ્યુલન્સ જપ્ત કરી ચારેય સામે ફરિયાદ દાખલ કરી જેલ ભેગાં કરી દીધાં હતાં. સુજાબાદ પોલીસ ચોકી પાસે સુમસામ વિસ્તારમાં કેટલાક લોકોએ બંધ એમ્બ્યુલન્સને હલતાં જોઈ હતી. આ પછી લોકોને શંકા થઈ અને તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી કાર્યવાહી કરતાં ચોંકાવનારો ખુલાસો થયો.

પોલીસે બંધ એમ્બ્યુલન્સની અંદરથી ત્રણ યુવક અને એક યુવતીને કઢંગી હાલતમાં બહાર કાઢ્યા હતાં. આ પછી રામનગર પોલીસ સ્ટેશન ચારેયને એમ્બ્યુલન્સ સહિત લઈ જવામાં આવ્યાં હતાં. ત્રણેય યુવક અને યુવતી સામે સાર્વજનિક વિસ્તારમાં અશ્લીલ હરકત કરવાના બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે જ એમ્બ્યુલન્સ પણ જપ્ત કરી લેવામાં આવી હતી.

આ ઘટના અંગે એસપી પ્રવીણ સિંહે જણાવ્યું કે, ‘ચારેય વિરુદ્ધ સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકત કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમ્બ્યુલન્સ જપ્ત કરી લેવામાં આવી છે.’ તેમણે વધુમાં જણાવ્યું, ‘એમ્બ્યુલન્સ મંડુઆડીહ વિસ્તારના ગંગા સેવા સદન નામની એક ખાનગી હોસ્પિટલની છે. હોસ્પિટલે આ એમ્બ્યુલન્સ એક યુવકને ચલાવવા માટે ભાડે આપી હતી. આ ઉપરાંત હોસ્પિટલ સામે પહેલાં પણ ઘણી ફરિયાદ અને અનિયમિતતાની માહિતી મળી ચૂકી છે. જેની પણ તપાસ ચાલી રહી છે.’

એવું પણ કહેવામાં આવ્યું કે, ‘પહેલાં તો લોકોને સમજાયું નહીં કે, આ સૂમસામ વિસ્તારમાં એમ્બ્યુલન્સ કેમ ઊભી છે. જોકે, એમ્બ્યુલન્સને ઘણીવાર સુધી ત્યાં હલતી જોઈ લોકોને શંકા થઈ હતી. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કોરોનાકાળમાં એમ્બ્યુલન્સચાલકોની મનમાની સામે આવી રહી છે. દેશમાં આવા ઘણાં કિસ્સા સામે આવી ચૂક્યા છે. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી એમ્બ્યુલન્સવાળા પોતે મનફાવે તેમ રૂપિયા લઈ રહ્યા છે. લોકો મજબૂરીમાં રૂપિયા આપી રહ્યા છે. હાલમાં જ દિલ્હી સરકારે આવા એમ્બ્યુલન્સ ડ્રાઇવર સામે કડક પગલાં ભર્યા છે. આ મહામારીના સમયમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને માણસાઇ દેખાતી નથી અને લોકો પાસે મન ફાવે તેમ રૂપિયા વસૂલી રહ્યાં છે. દિલ્હી સરકારે આ નિર્ણય એક સ્ટિંગ ઓપરેશન પછી લીધો છે.

દિલ્હીમાં આ સ્ટિંગ ઓપરેશન પછી દિલ્હી સરકારે એમ્બ્યુલ્નસ ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે કહ્યું છે કે, ‘અમે એવા લોકો સામે કડક એક્શન લેશું જે આ સંકટમાં લોકોને લૂંટી રહ્યા છે.’

RELATED ARTICLES

1 COMMENT

  1. I played on this online casino site and succeeded a substantial cash, but eventually, my mom fell sick, and I needed to cash out some money from my casino account. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to the gambling platform. I request for your help in lodging a complaint against this site. Please support me in seeking justice, so that others do not undergo the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page