Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratચમકદાર ને એકદમ તાજા શાકભાજી ખાતા હોવ તો થઈ જાવ સાવધાન, જાણીને...

ચમકદાર ને એકદમ તાજા શાકભાજી ખાતા હોવ તો થઈ જાવ સાવધાન, જાણીને લાગશે જોરદાર આંચકો…

અમદાવાદઃ ચમકતું આદું ને એકદમ ગ્રીન વટાણાં. જો તમે શાકભાજીના રંગ રૂપ જોઈને ખરીદી કરતાં હોવ તો સાવધાન થઈ જજો. આ રંગ તેજાબને કારણે આવી શક્યો છે. ખરાબ ગુણવત્તાના શાકભાજીઓના વેચાણ માટે આમ કરવામાં આવે છે. ખાદ્ય તથા ઔષધિ તંત્રે (એફએસડીએ) તપાસ કરતાં આ ષડયંત્ર સામે આવ્યું હતું.

લેબમાં શાકના નમૂનાઓ ફેઈલઃ
આ શાકભાજીને એફએસડીએએ લેબમાં મોકલ્યાં હતાં. જેમાં વટાણા તથા આદુના નમૂનાઓ ફેઈલ થયા હતાં. વટાણામાં સિન્થેટિક લીલો રંગ તથા આદુમાં તેજાબ મળ્યો હતો. વધુમાં હવે અધિકારીઓને આશંકા છે કે પરવળ, ટિંડોળા, ભીંડા તથા કાકડીમાં પણ લીલો સિન્થેટિક રંગ લગાવવામાં આવતો હશે. આદુ તથા અળવીને તેજાબયુક્ત પાણીમાં ધોઈને તેને વધુ ચમકદાર બનાવવાની આશંકા છે. જેને કારણે આદુ તથા અળવી સડી ગયેલા હોય તો તે દેખાતું નથી.

સફરજન પર લગાવવામાં આવે છે મીણઃ
સફરજનને વધુ ચમકીલું બતાવવા માટે તેની પર મોબી ઓઈલ તથા મીણ લગાવવામાં આવે છે. શાકભાજીઓને તાજી અને ચમકદાર બતાવવા માટે રંગ તથા તેજાબયુક્ત પાણીથી ધોવામાં આવે છે.

આ રીતે ઓળખો તેજાબયુક્ત શાકભાજીનેઃ
– વધુ પડતાં ચમકદાર, એકદમ તાજા, કોઈ પણ જાતના ડાઘા વગરના
– શાકભાજીની છાલ નામ માત્રની હોય
– સફરજનની છાલ પર ચાકુથી ખોતરવામાં આવે તો મીણ આવશે
– મોબી ઓઈલ લગાડેલું સફરજન ચીકણું હશે
– હાથ ભીના કરીને શાકભાજીને ખાસ્સી વાર સુધી રગડવામાં આવે તો રંગ છૂટશે

અલ્સરનો ભયઃ
કેમિકલ યુક્ત તથા સિન્થેટિક રંગવાળા શાકભાજીના ઉપયોગથી અલ્સરનો ભય રહે છે. અનેક શાકભાજી એવી છે, જેની છાલ કાઢવામાં આવતી નથી અને તે માત્ર ધોઈને જ કરવામાં આવે છે. આમ કરવાને કારણે કેમિકલ તથા રંગ પૂરી રીતે સાફ થતાં નથી. આ રીતના શાકભાજીથી પેટમાં અલ્સર તથા ગેસની સમસ્યા રહે છે. લાંબા સમય સુધી આવા શાકભાજી ખાવાથી નર્વસ સિસ્ટમને અસર થાય છે. કિડની તથા લીવરમાં ચેપ લાગવાનો ભય રહે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this exciting adventure of discovery and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page