Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Right24 કલાકમાં મધ્ય પ્રદેશ વરસાદની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ

24 કલાકમાં મધ્ય પ્રદેશ વરસાદની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ

ભોપાલ: છેલ્લા 20 દિવસથી પણ વધારે સમયથી મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે મંદસૌર જિલ્લાની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે જ્યાં 3,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરના પાણી પશુપતિનાથ મંદિરમાં ઘૂસી જતાં શિવલિંગ પાણીમાં ડૂબી ગયું છે.

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં પણ પૂરના પાણીમાં એક યુવાન તણાયો હોય તેનો વીડિયો સામે આવ્યો છે. આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારે વરસાદથી નર્મદા, તાપ્તી જેવી નદીઓમાં પાણીની સપાટીમાં ઘણો વધારો થયો છે.


મંદસૌર જિલ્લા એસપી હિતેશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, પૂરની સ્થિતિને કારણે ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને તેમના રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરાઈ છે. જિલ્લાના કોટવાલી વિસ્તારમાં પૂરની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? ? into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page