IIT બોમ્બેના ચાલુ ક્લાસરૂમમાં ઘુસી ગઈ ગાય, વીડિયો થયો વાયરલ

Feature Right National

મુંબઈ: પ્રતિષ્ઠિત સંસ્થામાં અત્યાધુનિક ક્લાસરૂમની વચ્ચે અચાનક જ ગાય આવી ગઈ હતી આ સાંભળીને થોડું અજબ લાગે છે ને. તો આવું જ કંઈક બોમ્બેની IITમાં બન્યું છે. IIT બોમ્બેમાં ચાલુ ક્લાસે ગાય ઘૂસી જવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હાઈ ટેક ક્લાસમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને અચાનક જ ગાય અંદર ગઈ હતી. ગાય અંદર આવી જતાં વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. ક્લાસમાં ગાય આવી જતાં વિદ્યાર્થીઓ બૂમાબૂમ કરી મૂકી હતી.


વળી હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આ ગાય આઈઆઈટી બોમ્બેના પહેલા માળે આવેલા લેક્ચર હોલમાં ઘૂસી ગઈ હતી. કેમ્પસના પહેલા માળે ગાય ચઢી ગઈ ત્યાં સુધી કોઈને ખબર પણ ન પડી. જોકે ગાયના આઇઆઇટીમાં આગમને સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *