Wednesday, April 10, 2024
Google search engine
HomeAjab Gajabઓડિશા: પ્રાયમરી સ્કૂલના ટીચર રાતોરાત બની ગયા સેલિબ્રિટી, જાણો કેવી રીતે

ઓડિશા: પ્રાયમરી સ્કૂલના ટીચર રાતોરાત બની ગયા સેલિબ્રિટી, જાણો કેવી રીતે

કોરાપુટ: ઓડિશાના કોરાપુટમાં આવેલ એક સ્કૂલના શિક્ષક પોતાની આગવી ટિચિંગ સ્ટાઈલને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. પ્રફુલ્લ કુમાર પાઠી તેમના વિદ્યાર્થીઓમાં તો ઘણાં જાણીતા છે, હવે તેમનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેઓ રાતોરાત સેલિબ્રિટી બની ગયા છે. વાયરલ વીડિયોમાં સ્પ્ષ્ટ જોવા મળી રહ્યું છે કે, પ્રફુલ્લ હાથ અને પગના ઉપયોગની સાથે-સાથે મનોરંજન રીતે નાચીને, જમીન પર પડીને અને ગાઈને બાળકોને ભણાવી રહ્યા છે.

પ્રફુલ્લ ઓડિશાના કોરાપુટ જિલ્લાની એક પ્રાયમરી સ્કૂલના હેડમાસ્ટર છે. 56 વર્ષના પ્રફુલ્લ 2008થી જ અલગ અને રોચક રીતે બાળકોને ભણાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, તેમને બાળકો ‘ડાન્સિંગ સર’ના નામે ઓળખે છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેમણે રિસોર્સ પર્સન તરીકે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તૈનાત કરવામાં આવ્યા ત્યારે જ તેમણે ડાન્સિંગની સાથે ભણાવવાની કળા શીખી લીધી હતી.

પ્રફુલ્લે જણાવ્યું હતું કે, જ્યારે મેં બાળકોને નાચતાં-ગાતા ભણાવવાનું શરૂ કર્યું તો જોયું કે બાળકો વધારે ધ્યાન આપીને ભણી રહ્યા છે. બાળકોને આ બધું ગમવા લાગ્યું હતું અને તેમને સ્કૂલ પ્રત્યે લગાવ થઈ ગયો હતો. ખાસ વાત એ છે કે, પ્રફુલ્લ પુસ્તકમાં લખેલી બાબતો પર ઘણું રિસર્ચ કરે છે અને તે મુજબ તેને ગીતોમાં ઢાળે છે.

હેડમાસ્ટર પ્રફુલ્લ કહે છે કે, જ્યારે હું ક્લાસમાં જાઉં છું તો એ ધ્યાન રાખું છે કે બાળકો ફિઝિકલી એક્ટિવ રહે, કારણ કે મોટાભાગે બપોરે જમ્યા બાદ બાળકોને ઊંઘ આવે છે. બાળકોની સાથે ડાન્સ કરવાનું એ સુનિશ્ચિત કરે છે કે તેમને ક્લાસમાં ઊંઘ નથી આવતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page