Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodરેલવે સ્ટેશન પર સોંગ ગાઈને રાતોરાત સ્ટાર બનેલ રાનૂ મંડલે કર્યો સૌથી...

રેલવે સ્ટેશન પર સોંગ ગાઈને રાતોરાત સ્ટાર બનેલ રાનૂ મંડલે કર્યો સૌથી મોટો ખુલાસો

મુંબઈ: રેલવે પ્લેટફોર્મ સિંગર રાનૂ મંડલના રોજ-રોજ નવી માહિતી મળી રહી છે. રાનૂ મંડલે પોતાના પરિવાર વિશે જણાવીને ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી તેમના વિશે સૌને એવી જ જાણકારી હતી કે, તેઓ રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પોતાની જિંદગી પસાર કરતી હતી. પરંતુ રાનૂ મંડલે પહેલીવાર આપેલા ઈન્ટરવ્યૂમાં સૌથી મોટો ખુલાસો કર્યો છે અને તેમાં પોતે એક સારાં પરિવારથી આવતી હોવાનો ખુલાસો કર્યો છે.

રાનૂ મંડલે જણાવ્યું હતું કે, હું ફુટપાથ પર જન્મી નથી. હું એક ખૂબ સારાં પરિવારથી આવું છું. પરંતુ આ મારું કિસ્મત હતું જે મને અહીં લઈ આવ્યું છે. હું જ્યારે માત્ર 6 મહિનાની હતી ત્યારે મને મારા માતા-પિતાથી અલગ કરી દેવામાં આવી હતી. આ આંચકાથી હું બહાર આવી ગઈ હતી જ્યારે લગ્‍ન બાદ મારા પતિ મને મુંબઈ લઈ આવ્યા હતા.


રાનૂ મંડલે જણાવ્યું હતું કે, મારા પતિ અભિનેતા ફિરોઝ ખાનના ઘરમાં ખાવાનું બનાવતાં હતાં. તે સમયે ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. તેઓ હંમેશા અમારી સાથે પરિવાર જેવું વર્તન કરતા હતાં.

રાનૂ મંડલે વધુમાં જણાવ્યું હતું કે, મારી પાસે ઘર છે. પરંતુ ઘરને ચલાવવા માટે લોકોની જરૂરિયાત હોય છે. હું વર્ષો સુધી એકલી રહું છું. આ સમયે મેં ઘણાં સંઘર્ષનો સામનો કર્યો હતો. પરંતુ મને હંમેશાથી ભગવાન પર પૂરો વિશ્વાસ હતો. હું અનેકવાર પરિસ્થિતિ મુજબ ગીત ગાતી રહી હતી. મને હકિકતમાં ક્યારેય ગીત ગાવાની તક નહોતી મળી. મને ગાવાથી પ્રેમ છે.

અત્યાર સુધી એ જ માહિતી મળી છે કે, હિમેશ રેશમિયાએ રાનૂ પાસે બે સોંગ ગવડાવ્યા છે. પરંતુ રાનૂના કહ્યાં પ્રમાણે, હું પાંચ-છ ગીત રેકોર્ડ કરી ચૂકી છું. હું મુંબઈમાં મારું ઘર ખરીદવા માંગું છું કારણ કે વારંવાર પ્લેનથી મારા ઘરેથી મુંબઈ આવવું કઠિન છે. મુંબઈમાં સંગીતની દુનિયાથી સાથે જોડાવવું મારા માટે મોટી વાત છે. તેના માટે હવે મુંબઈમાં રહેવા માંગું છું. જોકે મને ભગવાન પર વિશ્વાસ છે. હું તેના વિશે વધું નથી વિચારતી.


હાલમાં રાનૂ મંડલ વિશે જાણવાની લોકોમાં ઘણી ઉત્સુક્તા છે. લોકો તેમની જૂની જિંદથી વિશે જાણવા માંગે છે. રાનૂ મંડલની ઉંમર અત્યારે લગભગ 60 વર્ષ છે. આ ઉંમરે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. જ્યારે તેઓ છેલ્લા 10 વર્ષ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page