ગુમ પત્નીને શોધવા પતિએ સંપત્તિ વેચી દીધી, પણ પછી ખબર પડી કે એતો બોયફ્રેન્ડ સાથે….

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. સોમવારે એક યુગલ તેમના લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા વિશાખાપટ્ટનમના આરકે બીચ પર ગયું હતું. આ દરમિયાન પત્ની ગાયબ થઈ ગઈ હતી. પતિને લાગ્યું કે તે દરિયામાં ડૂબી ગઈ છે. તેની શોધ કરતા રહ્યા હતા. બાદમાં ખબર પડી કે તે આંધ્રના નેલ્લોરમાં તેના પ્રેમી સાથે છે.

અધવચ્ચેથી ગાયબ થયા બાદ પતિએ પોલીસને જાણ કરી હતી. પત્નીના મૃતદેહને 2 દિવસ સુધી પોલીસે દરિયા કિનારે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી, સાથે જ મરીન પોલીસ, ડાઇવર્સ, માછીમારોએ શોધખોળ હાથ ધરી હતી. સર્ચ-ઓપરેશન જેમાં વહીવટીતંત્ર દ્વારા લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કપલ લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા ગયું હતું
21 વર્ષની સાઇપ્રિયા વિશાખાપટ્ટનમની રહેવાસી છે. તેણે બે વર્ષ પહેલાં શ્રીકાકુલમના રહેવાસી શ્રીનિવાસ રાવ સાથે લગ્ન કર્યા હતા. પતિ-પત્ની સોમવારે તેમની લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા સિંહચલમ મંદિર ગયાં અને પછી બીચ પર ફરવા ગયાં હતાં.

સોમવારે રાત્રે કપલ બીચ પર ફરી રહ્યું હતું. આ દરમિયાન પતિને એક ફોન આવ્યો અને તે પત્નીને છોડીને બીજી બાજુ પર ગયો હતો, કારણ કે તેની પત્ની પોતાના ફોનથી સેલ્ફી લઈ રહી હતી. થોડીવાર પછી તે પાછો આવ્યો તો પત્ની નહોતી, તેને લાગ્યું કે પત્ની દરિયામાં તણાઈ ગઈ છે, તેણે તરત જ પોલીસને જાણ કરી, ત્યાર બાદ સર્ચ-ઓપરેશન શરૂ થયું હતું.

પત્નીએ નેલ્લોરથી તેનાં માતા-પિતાને સંદેશો મોકલ્યો
શ્રીનિવાસ રાવ​​​​​​​ની પત્ની સાઇપ્રિયા આરકે બીચ પરથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ટ્રેનમાં બેસીને નેલ્લોરના કવલી પહોંચી હતી. ભાગી જતાં પહેલાં તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલિટ કરી દીધું હતુ અને તે તેનો ફોન લઈને પણ ગઈ ન હતી. નેલ્લોર પહોંચ્યા બાદ તેણે નવું સિમ ખરીદીને તેનાં માતા-પિતાને સંદેશો મોકલ્યો કે તે સુરક્ષિત છે અને તેના બોયફ્રેન્ડ રવિ સાથે છે.

તેણે તેનાં માતા-પિતાને કહ્યું કે તેણે રવિ સાથે લગ્ન કરી લીધા છે, તેથી તેને શોધવાનો પ્રયાસ કરશો નહીં. તેને શોધવાની તસદી લેવા બદલ તેણે સરકારી અધિકારીઓની માફી પણ માગી હતી. તેણે તેનાં માતા-પિતાને કહ્યું હતું કે જો તેમણે તેના લોકેશનને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો, તો તે આત્મહત્યા કરી લેશે.

Similar Posts