રતન ટાટાના લગ્ન સમયે ભારત અને ચીન વચ્ચે થયું હતું યુદ્ધ, અમેરિકામાં જ છુટી ગઈ હતી ગર્લફ્રેન્ડ

Business Featured

નવી દિલ્હીઃ ટાટા કંપનીના માલિક અને દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937માં થયો હતો. તે ટાટા જૂથના સંસ્થાપક જમશેદજી ટાટાના દત્તક પૌત્ર નવલ ટાટાના દીકરા છે. રતન ટાટાનું પ્રાથમિક શિક્ષણ મુંબઇમાં થયુ. રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો અને હાવર્ડ બિઝનેસ સ્કૂલના એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યું. રતન ટાટાએ 1962માં ટાટા જૂથની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને સફળતા હાંસલ કરી હતી.

રતન ટાટા હવે 82 વર્ષના થઇ ગયા છે આજે પણ તેમની લગ્નને લઇને સવાલ ઉઠી રહ્યા છે. રતન ટાટા 1991માં જેઆરડી ટાટા બાદ જૂથના પાંચમા અધ્યક્ષ બન્યા હતા. રતન ટાટા ને 200માં પદ્મભૂષણ અને 2008માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રતન ટાટા બે વખત પોતાની પ્રેમ કહાનીને લઇને ચર્ચામાં રહ્યા હતા. રતન ટાટા લગ્ન કરવા માંગતા નહોતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની અમેરિકન ગર્લફ્રેન્ડ અંગે વાતચીત કરી હતી. ભારત અને ચીનના યુદ્ધના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહોતા.

સીએનએન ઇન્ટરનેશનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં અભ્યાસ દરમિયાન તેમને એક યુવતી સાથે પ્રેમ થિ ગયો હતો. બંન્ને લગ્ન માટે તૈયાર હતા. તેમની ગર્લફ્રેન્ડ ભારત આવવા માંગતી નહોતી. આ દરમિયાન ચીન અને ભારત વચ્ચે યુદ્ધ શરૂ થયું.આ કારણે રતનની પ્રેમિકા ડરી ગઇ. બીજી તરફ ભારતમાં રતનની દાદીની તબિયત ખરાબ થઇ હઇ જેના કારણે તેમને ભારત પાછા આવવું પડ્યું હતું.

રતન ટાટા ભારત આવી ગયા પરંતુ તેમની પ્રેમિકા ભારત આવી નહી અને અમેરિકામાં કોઇ અન્ય સાથે લગ્ન કરી લીધા. રતન ટાટાએ સ્વીકાર કર્યો હતો કે ચાર વખત તેમના લગ્ન થતાં થતાં રહી ગયા હતા. રતન ટાટા નાના હતા ત્યારથી તેમના માતા પિતા અલગ થઇ ગયા હતા તેમના દાદીએ તેમને ઉછેર્યા. રતન ટાટાએ ટેટલી, જગુઆર લેન્ડ રોવર અને કોરસ જેવી કંપનીઓ ખરીદી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *