Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratદુલ્હનને વિદાયની ચાલતી હતી તૈયારી ને અચાનક જ વરરાજાનું થયું મોત, હચમચાવતો...

દુલ્હનને વિદાયની ચાલતી હતી તૈયારી ને અચાનક જ વરરાજાનું થયું મોત, હચમચાવતો બનાવ

ભિંડઃ મધ્ય પ્રદેશના ભિંડ શહેરની કૃષ્ણા કોલોનીમાં મંગળવાર, 27 એપ્રિલના રોજ એક ઘરમાં વહુને પોખવાની તૈયારીઓ ચાલતી હતી. જોકે, અચાનક જ ઘરમાં વરરાજાની લાશ આવતા ઘરમાં ગમગીની છવાઈ ગઈ હતી. બપોરના સમયે અટેર પોરસા હાઈવે ર કિન્નોઠા ગામની નજીક બનેલી એક ઘટનામાં વરરાજાનું મોત થયું હતું. શહેરની કૃષ્ણા કોલોનીમાં રહેતા રામબાબુ વાલ્મીકિના 22 વર્ષીય પુત્ર સોનુના લગ્ન પોરસા કિન્નોઠામાં રહેતી જ્યોતિ સાથે નક્કી થયા હતા.

સોમવાર, 26 એપ્રિલના રોજ સોનુ પરિવારની સાથે જોઈ લઈને કિન્નોઠા ગયો હતો. રાતે લગ્નની તમામ વિધિ પૂરી કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 27 એપ્રિલ, મંગળવારના રોજ વિદાય હતી.

વિદાય પહેલાં સવારે અંદાજે 11.30 વાગે સોનુ પોતાની ફોઈના દીકરા અરુણ (20), અર્જુન (22), મનીષ (18), અભિષેક (5) તથા જીજાજી (26)ની સાથે કાર સજાવવા માટે પોરસા ગયો હતો.

ડ્રાઈવર વીરેન્દ્ર કાર ચલાવતો હતો. તેઓ ગામમાંથી નીકળીને હાઈવે પર આવ્યા હતા અને સામેથી એકદમ સ્પીડમાં આવતી કારને ઓવરટેક કરવાના ચક્કરમાં સોનુની ગાડી અંકુશ ગુમાવી બેઠી હતી. આ કારણે કાર નજીકમાં આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી.

અથડામણ એટલી જબરજસ્ત હતી કે કારના વચ્ચેથી બે ભાગલા પડી ગયા હતા. કારમાં બેઠેલા તમામ લોકો ઘાયલ થયા હતા. સોનુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, અહીંયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ગ્વાલિયર લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, રસ્તામાં જ સોનુનું મોત થયું હતું.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your thoughts fly! ✨ Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

  2. I engaged on this casino platform and managed a significant sum of money, but eventually, my mom fell ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to this online casino. I implore for your assistance in bringing attention to this website. Please help me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from crying tears like mine. ????

  3. I participated on this casino platform and managed a substantial amount, but eventually, my mom fell ill, and I required to take out some earnings from my account. Unfortunately, I encountered difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to such casino site. I implore for your support in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t have to experience the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page