સાનિયા મિર્ઝાની બહેન અમન મિર્ઝાએ અઝહરૂદ્દીના પુત્ર અસદ સાથે નિકાહ કર્યાં, પહેલીવાર સામે આવી તસવીરો

Feature Right Sports

મુંબઈ: ટેનિસ સ્ટાર્સ સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર અસદ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છે. અનમ અને અસદ નિકાહ વાંચીને એક બીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતાં.

અનમ મિર્ઝા અને અસરે નિકાહના ફોટો સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતાં. અનમ અને અસદની ગ્રાન્ડ વેડિંગમાં બંને પરિવારના અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. હાલ લગ્નની તસવીરો વાયરલ થઈ છે. દુલ્હનના ડ્રેસમાં અનમ સુંદર લાગતી હતી અને અનમે પોતાના નિકાહમાં પિંક કલરના ટ્રેડિશનલ આઉટફિટ સાથે પર્પલ કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો. અનમે લગ્નની ડ્રેસ સાથે હેવી નેકલેસ પણ પહેર્યો હતો.

આ સાથે મોંઘો ટીકો, નથની અને ઝૂમકામાં અનમ બહુ જ સુંદર જોવા મળી હતી. જ્યારે અસદ ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. અનમ અને અસદ બંને લગ્નની જોડામાં એક બીજાને કોમ્પલિમેન્ટ કરી રહ્યા હતા. નિકાહ દરમિયાન અનમ અને અસદ બંને ખુબ ખુશ જોવા મળ્યાં હતાં. નિકાહમાં અસદ ઘોડા પર બેસીને આવ્યો હતો. આ ફોટોમાં અનમ અને અસદ સાથે સાનિયા મિર્ઝા અને નજીકના લોકો જોવા મળ્યાં હતાં.

અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે અનમના આ બીજા લગ્ન છે. આ પહેલા તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન અકબર રશીદ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે આ લગ્ન લાંબો સમય સુધી ચાલી શક્યા નહતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *