બસ કૉફીમાં આ તેલ નાખીને પીવો, માખણની જેમ ઓગળવા લાગશે શરીરની ચરબી

Featured Recipe

અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકો વધતા વજનને કારણે મુશ્કેલીમાં છે. વજન ઓછું કરવા માટે વર્ક આઉટ કરે છે, જીમમાં જાય છે. કેટલાંક યોગ તો કેટલાંક દવાઓ પણ લે છે. આટ-આટલું કર્યાં છતાંય મનગમતું પરિણામ મળી શકતું નથી. આવામાં જો તમે આ ખાસ પ્રકારની કોફી પીશો તો તમને જરૂરથી ચોક્કસ પરિણામ મળશે.

હવે તમે વિચારી રહ્યા હોવ કે અંતે કોફી પીવાથી કેવી રીતે વજન ઘટી શકે. તો અમે તમને જણાવીએ છીએ કે વજન ઉતારવા માટે શું કરવાનુ છે. કોફીમાં ભોજનમાં ઉપયોગમાં લેવાતું નારિયેળ તેલ નાખીને પીવી. આમ કરવાથી ઘણાં ઓછા સમયમાં શરીરની ચરબી ઓગળવા લાગશે.

આમ કરવાથી બોડીની એકસ્ટ્રા ચરબી ઝડપથી બર્ન થશે. આ ખાસ કોફફી બનાવવા માટે તમારે કોફીના મગમાં બે ચમચી નારિયેળ તેલ નાખવાનું ત્યારબાદ પહેલેથી તૈયાર કરેલી બ્લેક કોફી (દૂધ નાખ્યા વગરની) મગમાં નાખો. આ વખતે એ વાતનું ધ્યાન રાખવાનું તે કોફી ગરમ હોવી જોઈએ જેથી તેલ તથા કોફી સારી રીતે મિક્સ થઈ જાય. જો તમને ડાયાબિટીઝ હોય તો તમારે ખાંડ વગરની કોફી પીવી હિતાવહ છે.

એક રિસર્ચનું માનીએ તો રોજ બ્લેક કોફીમાં નારિયેલ તેલ મિક્સ કરીને પીવાથી ઝડપથી વજન ઘટે છે. આ સાથે જ શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધે છે. આટલું જ નહીં બોડીના મેટાબોલિઝ્મ રેટમાં પણ ઝડપથી સુધારો થાય છે, જેને કારણે વજન ઓછું થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *