Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightપશ્ચિમ બંગાળમાં BJP કાર્યકરની ગોળી મારીને હત્યા, હાલમાં જ TMC થોડી ભાજપમાં...

પશ્ચિમ બંગાળમાં BJP કાર્યકરની ગોળી મારીને હત્યા, હાલમાં જ TMC થોડી ભાજપમાં થયો હતો સામેલ

કોલકાતા: લોકસભા ચૂંટણી પછી પણ પશ્ચિમ બંગાળમાં હિંસા અટકવાનું નામ નથી લેતી. પશ્ચિમ બંગાળના નાદિયાના ચકદાહ વિસ્તારમાં બીજેપી કાર્યકરની હત્યાનો મામલો સામે આવ્યો છે. બીજેપી કાર્યકર સંતુ ઘોષની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સંતુ ઘોષ હાલમાં જ ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયો હતો. સંતુ ઘોષની હત્યાથી નારાજ બીજેપી કાર્યકરોએ શનિવારે સવારે ટ્રેનો રોકી હતી.

ઘટના શુક્રવાર રાત્રે બની હતી. ઈજાગ્રસ્ત સંતુ ઘોષને પહેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજેપીએ હત્યાનો આરોપ ટીએમસી કાર્યકરો પર લગાવ્યો છે. આ પહેલાં પણ બીજેપી ટીએમસી પર પોતાના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવી ચૂકી છે.

પશ્ચિમ બંગાળમાં છેલ્લાં થોડાંક વર્ષોથી બીજેપી કાર્યકરોની હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. દર વખતે બીજેપી હત્યાના આરોપ ટીએમસી પર લગાવે છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your thoughts roam! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page