ઘરમાંથી 2000 અને 500ની નોટોના બંડલો મળ્યા, રાખવાની જગ્યા ખૂટી પડી

તમે તમારી જિંદગીમાં એકસાથે એટલા રૂપિયા રોકડા નહીં જોયા હોય એટલા રૂપિયા ઈડીની રેડમાંથી મળી આવ્યા છે. 500 અને 2000 હજાર રૂપિયાની નોટના એટલા બંડ મળ્યા કે રીતસરનો મોટો પહાડ બની ગયો હતો. પોલીસ અધિકારીઓ પણ આ જોઈને બે ઘડી તો હતપ્રભ રહી ગયા હતા. રૂપિયા ગણવાના મશીનો પણ થાકી ગયા હતા. જેમણે પણ આ તસવીરો જોઈ એ વિચારમાં પડી ગયા છે.

પ્રાપ્ત વિગત મુજબ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિક્ષક ભરતી કૌભાંડને લગતા કેસમાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સંબંધીના ઘરે દરોડા પાડ્યા હતો. શુક્રવારે EDએ પાડેલા આ દરોડમાં તેને રૂપિયા 20 કરોડની રોકડ જપ્ત કરી હતી.

EDને આશંકા હતી કે આ નાણાં SSC કૌભાંડમાં કમાણી કરેલા છે. ED અધિકારીઓએ રૂપિયા 500 તથા રૂપિયા 2000ની નોટો ગણવા માટે કાઉન્ટિંગ મશીન મંગાવવા પડ્યા હતા.

અર્પિતાના ઘરેથી 20થી વધારે મોબાઈલ ફોન પણ મળી આવી છે. EDએ પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગ તથા પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં ભરતી કૌભાંડને લગતા કેસમાં અનેક જગ્યા પર દરોડા પાડ્યા છે.

 

મંત્રી ચેટર્જી સહિત શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, MLA માણિક ભટ્ટાચાર્યના રહેઠાણો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

Similar Posts