|

પશ્ચિમ બંગાળની TMCની ખૂબસુરત સાંસદ કરશે લગ્ન, જાણો કોણ છે તેનો રાજકુમાર

મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તરફથી નુસરત જહાંએ પશ્વિમ બંગાળની બશીરહાટ લોકસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને જીત મેળવી હતી. નુસરત માટે આ એક મોટી સિદ્ધી છે જેના કારણે તે સોશિયલ મીડિયામાં બહુ જ છવાયેલી જોવા મળી હતી.

લોકો નુસરતને સંસદની સૌથી ગ્લેમરસ અને ખૂબસુરત યુવા સાંસદ ગણાવે છે. લોકસભામાં જીત બાદ નુસરત ઘણી ખુશ છે અને તે નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે.

લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાંથી સાંસદ બનેલી અભિનેત્રી નૂસરત જહાં લગ્ન કરવા જઈ રહી છે. કોલકત્તાના નીખિલ જૈન નામના તેના મિત્ર સાથે ઈસ્તાંબૂલમાં લગ્ન કરશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. 19થી 21 જૂનની વચ્ચે હોટલનું બુકિંગ પણ થઈ ગયું છે.

નુસરતની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં લગ્ન ગ્રંથીથી જોડાવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, તે કોલકત્તાના એક બિઝનેસમેન નિખલ જૈન સાથે લગ્ન કરી શકે છે અને હાલ તેમના લગ્નની તૈયારીઓ થઈ રહી છે. તાજેતરમાં જ નુસરતે એક તસવીર શેર કરી હતી જેમાં તે નિખિલ જૈનનો હાથ પકડીને પોઝ આપતી નજરે પડી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.