આ છે વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન હેટમાયરની પત્ની, કપલે આપ્યા ઠંડી ઉડાડી દેતા સિન્સ

Sports

વેસ્ટઇન્ડીઝના યુવા સ્ફોટક બેટ્સમેન સિમરોન હેટમાયર તેમની જબરદસ્ત બેટિંગ માટે જાણિતા છે. IPLમાં તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. થોડાં દિવસ પહેલાં તેમણે ગર્લફ્રેન્ડ નિરવાની સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જેના ફોટો તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાં હતાં. સિમરોન હેટમાયરના ફેન્સ તે ફોટોને ખૂબ જ લાઇક કર્યા અને શેર કર્યાં હતાં.

વેસ્ટઇન્ડિઝના મિડલ ઓર્ડર બેટ્સમેન શિમરૉન હેટમાયર ભારતીય મૂળની નિરવાની સાથે રિલેશનશિપમાં છે. નિરવાનીનો થોડાં દિવસ પહેલાં બર્થડે હતો જે તેમણે હેટમાયર સાથે ઘરમાં જ સેલિબ્રેટ કર્યો હતો.

શિમરોન હેટમાયરે પત્ની સાથે બર્થડે ઉજવતાં ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતાં.હેટમાયરે લખ્યું કે, ‘મારી જિંદગીના સૌથી મહત્ત્વના ભાગને જન્મદિવસની શુભેચ્છા. હું તમારા માટે શરૂથી અંત સુધી હાજર રહીશ.’’

હેટમાયરની તે પોસ્ટને હજારો લોકોએ લાઇક કરી છે. ફેન્સ તેમને બેસ્ટ કપલ જેવા કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે. શિમરોન હેટમાયરે ગર્લફ્રેન્ડ નિરવાની ઉમરાવને ક્રિસમસના દિવસે વીંટી ગિફ્ટ આપી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

નિરવાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીંટી સાથે ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘‘ક્રિસમસના દિવસે મને પ્રેમ અને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને મેં હા પાડી દીધી છે.’’

નિરવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હજારો ફોલોઅર્સ છે.નિરવાનીનું ઇન્સ્ટાગ્રામ તેમની હેટમાયર સાથે કરવામાં આવી મસ્તી અને વર્લ્ડ ટૂર્સના ફોટોથી ભરેલું છે.

નિરવાની IPL દરમિયાન પણ દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમે છે અને હેટમાયર તેને ચીઅર્સ કરે છે. નિરવાની અને હેટમાયર લાંબા સમયથી એકબીજાને જાણે છે. આ કારણે તેમણે સાથે જિંદગી વિતાવવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *